ભુજ, તા. 2 : ગઇકાલે
સાંજે માધાપર ધોરીમાર્ગ પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતાં ચાર ઘાયલ થયાની ફરિયાદ
નોંધાવાઇ છે. આ અંગે આજે બી-ડિવિઝન પોલીસ મથકે મજૂરીકામ કરતા માધાપર હાઇ-વે
ઇન્ડિયન ગેસ ગોડાઉન પાછળ રહેતા અશોક રાજુભાઇ વાસપોડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ
ગઇકાલે સાંજે તેના ઘર બાજુ તેના નાનાભાઇ સંજયને આરોપી ઇમરાન કેવરે ગળા તથા
માથાના ભાગે છરી મારી હતી. ઇમરાનની સાથે
કાલો તેમજ બે અજાણ્યા ઇસમે મળીને પિતરાઇ ભાઇ વિનય અમરસિંહ વાસપોડા પર છરી તથા ધોકા
સાથે તૂટી પડતાં તેને હેમરેજ જેવી ઇજા પહોંચાડી હતી અને ફઇ ગોગીબેન વિનયને બચાવા
જતાં તેને પણ છરી મરાઇ હતી. આરોપીઓએ ગાળ આપી,
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ
કરી તપાસ હાથ ધરી છે.