• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ભુવડની હદમાં ગેરકાયદેસર રીતે બોર બનાવાયાની રાવ

અંજાર, તા. 15 :  તાલુકાનાં ભુવડ ગામની હદમાં ખાનગી એકમ દ્વારા પૂર્વ મંજુરી વિના  બોરવેલ બનાવવા અંગે વિપક્ષે સંબંધિતો સમક્ષ રજૂઆત કરી હતી. અંજાર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રદૂષણ વિભાગના રિજનલ ઓફિસરને લેખિત રજૂઆત કરતાં કહ્યંy હતું કે, ખાનગી એકમ દ્વારા બોરવેલ બનાવવા માટે  કેન્દ્રીય ભૂગર્ભ જળ સત્તા મંડળની માર્ગદર્શિકા મુજબ જરૂરી મંજૂરી મેળવીને એનઓસી સ્થાનિક પંચાયતને આપવાની હોય છે. બોરવેલ બનાવવા માટે સરકારી માર્ગદર્શિકાનુ પાલન કર્યા વિના એકમ દ્વારા ભૂગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યાં છે, જેના  કારણે સ્થાનિક ભૂગર્ભ જળની સ્થિતિ વધુ વિકટ બનશે. સમગ્ર મામલે યોગ્ય તપાસ, સંબંધિતો સામે કાર્યવાહી કરવા તેમણે માંગ કરી હતી.

Panchang

dd