• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ગુંદાલા-પત્રી માર્ગની કંપનીની ઓફિસમાંથી રૂા. 1.85 લાખની ચોરી

ભુજ, તા. 15 : મુંદરા ગુંદાલા-પત્રી માર્ગે આવેલી ગ્રેવીટી કંપનીની ઓફિસનું લોકર તોડી તેમાંથી રોકડ રૂા. 1,85,000ની અને બાજુના ગોદામમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. ગ્રેવીટી કંપનીના કેશિયર દીપક સોનીએ ગઇકાલે પ્રાગપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ઓફિસનના એકાઉન્ટ વિભાગના લોકરમાં રૂા. 1,85,000 રાખ્યા હતા. આ રોકડ ભરેલા લોકર કોઇ અજાણ્યો ચોર ઇસમ ગત તા. 10-12ના રાત્રે 1થી 5 વાગ્યા દરમ્યાન ચોરી કરી લઇ ગયો છે. કંપનીના બીજા લોકર છે જે તપાસના બાકી છે. ઓફિસમાંથી ચોરી થઇ તે તારીખે બાજુમાં આવેલાં સિંગદાણાનાં ગોદામમાંથી પણ ચોરી થયાનું જાણવા મળ્યું હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd