ગાંધીધામ, તા. 15 : રાપરમાં
સરકારી વસાહત વિકાસ...નાં ખંડેર પાસેથી તાજુ જન્મેલ બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી
આવતા ભારે ચકચાર પ્રસરી હતી. રાપરના લોકોની સતત અવર જવર રહે છે તેવા રહેણાંક વિસ્તારમાં
આજે બપોરે તાજુ જન્મેલું બાળક બાવળની ઝાડીમાંથી મળી આવ્યું હતું જે અંગે આસપાસના લારીધારકોની
નજર ગઇ હતી. લોકોએ 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ ત્યાં
દોડી આવી હતી. અને માસુમ બાળકને ઉંચકીને હોસ્પિટલ લઇ જવાયું હતું. તેની સાફ સફાઇ કરી
તેને સારવાર આપવામાં આવી હતી. આ બાળક અહીં કોણ ત્યજી ગયું હતું તે માટે પોલીસે અજાણી
મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.