ભુજ, તા. 15 : આજે
બપોરે 3.30થી 4 વાગ્યા દરમિયાન શેખપીર પાસે ઊભેલી ટ્રકમાં ગાંધીધામના
56 વર્ષીય વેપારી નરેશભાઇ ધરમદાસ ચંદનાનીએ પોતાની કાર
ઘૂસાડી દેતાં માથામાં ગંભીર ઇજાના પગલે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી ગાંધીધામ
વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. હતભાગી નરેશભાઇ પોતાના કબજાની કાર નં.
જીજે-12-સીજી-8191 લઇને ગાંધીધામ બાજુ જવા શેખપીરથી કુકમા વચ્ચેથી આજે
બપોરે 3.30થી 4 વાગ્યા દરમ્યાન પસાર થઇ રહ્યા હતા, ત્યારે ઊભેલી ટ્રકમાં ઘૂસાડી દેતાં કારની આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો અને
નરેશભાઇને આ બનાવ અંગે પદ્ધર પોલીસનો સંપર્ક કરતાં પોલીસે જણાવ્યું કે, મૃતકના પુત્ર નિખિલભાઇએ નિવેદનમાં લખાવ્યું છે કે, હાલ
આ બનાવને લઇ તેઓ આઘાતમાં છે અને ભવિષ્યમાં વિગતો નોંધાવશે. મૃતક નરેશભાઇ ગાંધીધામ વેપારી
મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીના ભાઇ છે. નરેશભાઇના આ અકળ મૃત્યુના બનાવને પગલે ગાંધીધામના
વેપારીઓમાં આઘાતની લાગણી પ્રસરી છે.
આપઘાતના વીડિયો બાદ મોત
અત્રે
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતના બનાવ પૂર્વે જ હતભાગી નરેશભાઇએ આપઘાત કરવા જઇ
રહ્યા અંગેનો પોતાનો વીડિયો ઉતાર્યો હતો, જેમાં તેમણે દુકાન અને
પ્લોટને લઇ જે-જે લોકો દ્વારા કઇ-કઇ રીતે પજવણી કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ કર્યા
બાદ ભાવુક બની પોતે આપઘાત કરવા જઇ રહ્યાનું જણાવી તેમના પુત્ર અને પરિવારને ન્યાય આપવા
અપીલ કરી હતી. આ વીડિયો પરિજનો સુધી અને ત્યારબાદ મીડિયા સુધી પણ પહોંચાડયો હતો.