ગાંધીધામ, તા. 6 : અંજાર
તાલુકાના ટપ્પરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ખેલીની પોલીસે રોકડા રૂા. 1500 સાથે ધરપકડ કરી હતી. દુધઈમાં જુગટુ રમતા ત્રણ ખેલીને
પોલીસે પાંજરે પૂર્યા હતા. ગામના કોળીવાસમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની પૂર્વ
બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી અરજણભાઈ મામદભાઈ કોળી, પ્રવીણભાઈ સલુભાઈ કોળી, ભરતભાઈ અરજણભાઈ કોળીની જુગાર
રમવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. દુધઈમાં પટેલ કંપની પાસે બાવળની ઝાડીઓમાં ગંજીપાના
વડે જુગાર રમતા આરોપી મુસ્તાક હુસેનભાઈ માંજોઠી, અરજણ ઉર્ફે અજુ
રામજીભાઈ કોળી, જીવણ રૂડાભાઈ કોળીની રોકડા રૂા. 550 સાથે ધરપકડ થઈ હતી.