ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના વરસામેડી સીમમાં
અરિહંતનગર સોસાયટી પાછળ યુવાનની હત્યા નીપજાવી બે શખ્સ નાસી ગયા હતા. અઢી મહિના પહેલાંના
આ બનાવમાં જે-તે વખતે ઇન્દ્રજિતસિંહ પહેલવાનસિંહ ગુજરની પોલીસે અટક કરી હતી જ્યારે
મોબાઇલ લઇને નાસી જનારા મૂળ ઉત્તરપ્રદેશના ધીરજકુમાર જગતનારાયણ બાથમને હૈદરાબાદથી પોલીસે
ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી મૃત્યુ પામેલા યુવાનના બે મોબાઇલ હસ્તગત કરાયા હતા.