દયાપર (તા.લખપત), તા. 28 : માતાના મઢ - દયાપર વચ્ચે દોલતપર પાસે આવતા પુલિયાનું બાંધકામ
જોઈ લોકોને આશ્ચર્ય થાય છે કે, વરસાદનું
પાણી પુલની નીચેથી જશે કે ઉપરથી ? માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવેલો
પુલ હાલ તો ઈજનેરી હાઈવે રોડના જમીન લેવલ કૌશલ્યનો નમૂનો બની ગયો છે. હાઈવે રોડના જમીન
લેવલથી આ પુલની છત ત્રણથી ચાર ફૂટ માંડ ઊંચી છે. નીચે ખાડો બનાવાયો છે, તો પાણી પણ અટકી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ દયાપર પાસે ઈંગ્લીશ
સ્કૂલ જતાં રસ્તાની એક બાજુએ માટી નખાઈ નથી પરિણામે દ્વિચક્રી વાહનો વારંવાર સ્લીપ
થાય છે, મહિલાઓ પણ બાળકોને લેવા આવતી હોય છે, રોડની સાઈડમાં `ધાર' થઈ ગઈ છે, જેથી માટી-મોરમ
નાખવા માર્ગ મકાન વિભાગનું ધ્યાન દોર્યું હતું છતાં પણ કશું થયું નથી. આ બાબતે માર્ગ
મકાનના મિતભાઈ પાટડિયાનો વારંવાર સંપર્ક કરતાં `નો રિપ્લાય' મળ્યો હતો.