ભચાઉ, તા. 27 : અહીંની યુરો ગ્લોબલ એકેડેમી
દ્વારા અખિલ કચ્છ ટીચર્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છ જિલ્લાની
11 ટીમોએ ભાગ લીધો હતો. ભચાઉ, આધોઈ, મનપરા, અંજાર, સામખિયાળી, ભુજ અને મુંદરાની
સરકારી તેમજ ખાનગી શાળા-કોલેજના શિક્ષકો ઉત્સાહપૂર્વક રમ્યા હતા. વિવિધ તાલુકાઓમાં
ફરજ બજાવતા શિક્ષકમિત્રો એકબીજાના પરિચયમાં આવે તે હેતુથી આયોજન કરાયું હોવાનું સંસ્થાના
ભારતીબેન શાહે જણાવ્યું હતું. યુરો ગ્લોબલ એકેડેમીના પ્રિન્સિપાલ રાજીવભાઈ,
એકાઉન્ટ વિભાગના હેડ જમીલ કરૂડ, વ્યાયામ શિક્ષક
અભિજિતાસિંહ ઝાલા, સંજય મહેશ્વરી, ઈશ્વર
રબારી અને સલમાન કુરેશી સહિતના સ્ટાફ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સાઈ ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રોફી, સીએનએલએસ એન્ટરપ્રાઇઝ તથા એ. બી. ઓનલાઈન દ્વારા
ભોજન, દિનેશ પીઠડિયા, બીસીએચ કોલ્ડ્રીક્સના
નરપતાસિંહ જાડેજા દ્વારા સહયોગ મળ્યો હતો. આ સ્પર્ધાની ફાઈનલ મેચમાં એજ્યુકેશન ઇલેવન
સામે આધોઈની શૌર્ય ઇલેવન ટીમ વિજેતા જાહેર થઈ હતી. વિજેતા અને ઉપવિજેતા ટીમના કેપ્ટનને
આયોજક શાળા તરફથી ઈનામો અપાયાં હતાં.