ગાંધીધામ, તા. 28 : ભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે ખાર રાખીને કાર ચડાવી હત્યા નીપજાવવાના કેસમાં પોલીસે બે હત્યારાની
ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના
જણાવ્યા પ્રમાણે આરોપીઓ મેહુલ લાખાભાઈ કોલી
અને હર્ષદ શૈલેષ પ્રજાપતિએ ફૂલવાડી વિસ્તારમાં ગત તા. 25મીએ
કાર ચડાવી વિનોદ ઉર્ફે જિગર
પ્રેમજી કોલીની હત્યા નીપજાવી હતી. આ મામલે ફરિયાદ દર્જ કરાવાયા બાદ પોલીસે
હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓની કડક પુછપરછ
આદરી હતી. બહેને હતભાગી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ
અવારનવાર મૃતક સાથે ઝઘડો કરતો હોવાની
કબૂલાત આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.