• રવિવાર, 01 માર્ચ, 2026

ગાંધીધામના શખ્સનો મોબાઈલ હેક કરીને ખાતામાંથી રૂા. 3.59 લાખ સેરવી લેવાયા

ગાંધીધામ, તા. 28 : સરકારી કચેરીની ચલણની લિન્ક મોકલી ગાંધીધામના  નોકરિયાત કર્મચારીનાં ખાતામાંથી રૂા. 3.59 લાખ સેરવી લેવાયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો  મુજબ  આ બનાવ  ગત તા. 15/10/2025થી તા. 18/10/2025ના અરસામાં   બન્યો હતો.  અજાણ્યા આરોપીએ  ફરિયાદી  મયંકભાઈ ખોડાભાઈ પટેલને આરટીઓ ચલણની લિન્ક મોકલી હતી અને તેના મારફતે ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો.  સાયબર ઠગબાજે   ઈન્ડિયન ઓવરસીઝ બેન્કની  મોબાઈલ એપ્લીકેશન મારફત  અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને24,999, 25000, 14,400,  1,99000,  24,353, 45,500 સહિત  કુલ 3.59  સેરવી લીધા હતા. બનાવ બાદ ફરિયાદીએ બી. ડિવિઝન પોલીસ મથકે અરજી કરી હતી. પોલીસે ગઠબાજ સામે વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય  છે કે, પૂર્વ કચ્છમાં આ  રીતે નાણા સેરવી લેવાના બનાવો અંગે ઉપરા ઉપરી ફરિયાદ નોંધાઈ છે. 

Panchang

dd