• રવિવાર, 01 માર્ચ, 2026

ભુજથી ઉનાળામાં વધુ નવા ચાર વિમાન ઊડશે

ભુજ, તા. 28 : એરપોર્ટ સલાહકાર કમિટીની બેઠક ભુજ એરપોર્ટ પર સંસદસભ્ય વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. ડિરેક્ટર નવીનકુમાર સાગરે દ્વારા ચેરમેન, સમિતિના સભ્યો અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું અને એરપોર્ટના પ્રોજેકટ્સ અને ચાલુ વિકાસ પહેલનો ચિતાર આપ્યો હતો. સંસદ સભ્યેપાર્કિંગ વિસ્તારમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું અને મુખ્ય પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે. સભ્યોએ શહેરની બાજુના વિસ્તારમાં ચા/કોફી-નાસ્તાના કાઉન્ટરની સ્થાપના અને કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો સહિત મુસાફરોની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સૂચનો રજૂ કર્યાં હતાં. વધારાની ફલાઇટ્સ, એર એમ્બ્યુલન્સ સેવાઓ, કાર્ગો સુવિધાઓ, સીઆઇએસએફ રહેઠાણ, એપ્રોન સુરક્ષા, મુસાફરો માટે તબીબી સુવિધાઓની ઉપલબ્ધતા, એપ્રોચ રોડ વિકાસ અને મુસાફરોની સુવિધાઓને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિરેક્ટરે આગામી ઉનાળાના સમયપત્રકમાં ચાર વધારાની ફ્લાઇટ્સ કાર્યરત થશે તેવી જાહેરાત કરી હતી. છેલ્લા બે વર્ષમાં મુસાફરોના ટ્રાફિકમાં નોંધપાત્ર અને ઝડપી વૃદ્ધિ જોવા મળી છે તેમ જણાવ્યું હતું. મફત વાઇ-ફાઇ અને ટેક્સી સેવાઓ સહિત મુસાફરોની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ઇ-અવસર યોજના ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ટર્મિનલ પુન: રૂપરેખાંકન દ્વારા પિક અવર ક્ષમતા 540થી વધારીને 1200 મુસાફર કરવામાં આવશે, જે 31/3/2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સૌર ઊર્જા ક્ષમતા વધારીને 275 કેવીએ કરવામાં આવી છે અને તેને 1000 કેવીએ સુધી વધારવાની યોજના છે. કાર્ગો કામગીરી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સલાહકાર સમિતિમાં વિંગ કમાન્ડર કિરનકુમાર, લોકલ આઇ.બી. પી.આઇ. પી. બી. ગઢવી, અખિલેશકુમાર પાંડે, ટર્મિનલ મેનેજર જ્યોતાસિંગ, ચીફ સેક્રેટરી રવિકુમાર, સ્ટેશન મેનેજર એસ. બી. સિંગ, રાજનેરા વર્મા, સલાહકાર સમિતિ સદસ્ય મયૂરસિંહ જાડેજા, મયંક રૂપારેલમનસુખ શાહ, રાજેશકુમાર શેખવા, મહેન્દ્રભાઇ જોશી, નિમિશ ફડકેએ ઉપસ્થિત રહી સૂચનો કર્યાં હતાં. - ભુજ-નવી મુંબઇ, વડોદરા માટે દૈનિક ઇન્ડિગો-સ્ટાર એર ઊડશે : ભુજ, તા. 28 : એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં ભુજ હવાઇ મથકેથી ઉનાળા દરમ્યાન નવા ચાર વિમાન ઉડાન ભરશે, તેવી વિગતો સાંસદને સત્તાવાળાઓએ આપી હતી તે આ મુજબ છે. ડાયરેક્ટર નવીન સાગરે જણાવ્યું કે, માર્ચ અંતથી ઓક્ટોબર સુધી નવી માર ફ્લાઇટ ઉડાન ભરે તે માટે સમયગાળો માગવામાં  આવ્યો છે, જેના લેખિતમાં હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે. બે ઇન્ડિગોનાં વિમાન ભુજથી નવી મુંબઇ વચ્ચે દરરોજ આવ-જા કરશે, ઉપરાંત સ્ટાર એરનું એક વિમાન નવી મુંબઇ અને એક વડોદરા વચ્ચે ઉડાન ભરશે. ક્યારથી શરૂ થઇ શકે છે, તો તેમણે કહ્યું કે, 29 માર્ચની શક્યતા છે. ચારેય વિમાન દૈનિક હશે અને સ્ટાર એરનું વ્યવસ્થાતંત્ર તો કાર્યરત છે. ઇન્ડિગોની ટીમ આવી ગઇ છે. એક વખત સ્લોટ મળતાં હવે સમયપત્રક આવશે એમ તેમણે જણાવ્યું હતું. 

Panchang

dd