• રવિવાર, 01 માર્ચ, 2026

કાંડાગરા ઘર્ષણના બનાવના ત્રણ આરોપીના જામીન નકારાયા

ભુજ, તા. 28 : થોડા દિવસો પૂર્વે કાંડાગરાની લેબર કોલોનીમાં શ્રમિકના આપઘાત બાદ યુવાનની લાશ લઈ જવા મુદ્દે શ્રમિકો અને સ્થાનિક પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં વાહનને આગ ચાંપી દેવાની ઘટનાથી તંગદિલી સર્જાઈ હતી. આ ચકચારી બનાવના ત્રણ આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. કાંડાગરાની લેબર કોલોનીમાં રહેતા હાલે પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાંના એવા ત્રણ આરોપી પવનકુમાર રામખીલવાન (મૂળ રહે. બિહાર), વિનોદ દયારામ તિવારી (મૂળ રહે. ઉત્તરપ્રદેશ) અને હિમાંશુ રામપૂજન તિવારી (મૂળ રહે. ઉત્તરપ્રદેશ)એ જામીન મેળવવા અરજી કરતાં ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ વિરાટ અશોકભાઈ બુદ્ધે જામીન નામંજૂર કર્યા હતા. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહી દલીલો કરી હતી. 

Panchang

dd