ગાંધીધામ, તા. 5 : કચ્છમાં ચોરીના બે બનાવમાં રોકડ રકમ અને કેબલની
ચોરી કરાઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો
છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ માધાપરના જૂનાવાસમાં ભાદરકા સોસાયટીમાં
ચોરીનો બનાવ ગત તા. 3ના સવારે 9 વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી વિજયભાઈ નારણભાઈ મરંડના રહેણાક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ફરિયાદીનું મકાન ખુલ્લું
હતું. આ દરમ્યાન કોઈ શખ્સ ઘરમાં ઘૂસીને કબાટમાં રાખેલા રોકડા રૂા. 8000 તફડાવી નાસી
ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરીનો બીજો બનાવ નખત્રાણા તાલુકાના ઐયર ગામની
સીમમાં ગત તા. 7-11થી 8-11ના અરસામાં બન્યો હતો. તસ્કરોએ ગ્રામ પંચાયતના બોર, પાણી
પુરવઠાના બોર અને આજુબાજુના અન્ય બે બોર સહિત 4 બોરના કેબલની ચોરી કરી હતી. ચોરાઉ
100 મીટર કેબલની કિંમત રૂા. 26 હજાર આંકવામાં
આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.