• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

પડાણા-જશોદાધામમાં અંગ્રેજી દારૂ સાથે બે શખ્સની અટક

ગાંધીધામ, તા. 23 : તાલુકાના પડાણા નજીક એક ઓરડીમાંથી રૂા. 4400ના શરાબ સાથે શખ્સની ધરપકડ બાદ ભચાઉના જશોદાધામમાં એક વાડામાંથી રૂા. 17,850ના દારૂ સાથે એક શખ્સની અટક કરાઈ હતી. એક આરોપી હાથમાં આવ્યો હતો. પડાણામાં શ્રીરામ પ્લોટ બેન્સા વિસ્તારમાં એક ઓરડીમાંથી મૂળ રાજસ્થાનના ભાખરારામ ઉમેદારામ મેઘવાળની અટક કરી પોલીસે તેની પાસેથી રૂા. 4400ના 44 ટીન બિયરના હસ્તગત કર્યા હતા. બિયરના ટીન જશોદાધામના ભરત શંકર વાઢેર પાસેથી મેળવ્યા હોવાનું બહાર આવતાં પોલીસે જશોદાધમમાં કાર્યવાહી કરી ભરતને પકડી પાડયો હતો અને પીઠડ માતાજીનાં મદિરની બાજુમાં હરિ વેલા આહીરના વાડામાંથી 750 એમ.એલ.ની. 44 બોટલ તથા ચાર ટીન એમ કુલ રૂા. 17,850નો દારૂ જપ્ત કર્યો હતો, પરંતુ કાર્યવાહી દરમ્યાન હરિ વેલા આહીર પોલીસના સકંજામાં આવ્યો હતો.

મુંદરામાં આંકડાનો જુગાર રમતો ઈસમ ઝડપી પડાયો

ભુજ, તા. 23 : મુંદરામાં મિલન બજારનો આંક ફરકનો જુગાર રમતા રફીક ઈસ્માઈલ બાવાને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂા. 590 તથા આંકડાનું સાહિત્ય જપ્ત કરાયા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મુંદરાના નદી નાકા પાસે બંધ કેબિનની પાછળ બેસી જાહેરમાં આંક ફરકનો જુગાર રમતા-રમાડતા રફીકની પોલીસે અટક કરી જુગારધારા તળે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang