• મંગળવાર, 28 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : મોઢ બ્રાહ્મણ કુસુમબેન કૃષ્ણલાલ જેઠી (ઉ.વ. 74) તે સ્વ. ચંચળબેન કૃષ્ણલાલના પુત્રી, સ્વ. જયાબેન અને જયશ્રીબેન શરદચંદ્રના મોટા બહેન, નયન શરદચંદ્રના માસી, શિખાબેન નયનભાઈના માસીજી, ઓમ, પરમના દાદી માસી, સ્વ. જમનાબેન ભગવાનજીભાઈના ભાણેજી, સ્વ. સુરેશભાઈ, હરગાવિંદ, હર્ષદભાઈ, મનસુખભાઈ, શરદભાઈ, અંબાલાલના કાકાઈ બહેન, લક્ષ્મીબેન જટાશંકર, સરોજબેન દિલીપભાઈ, પ્રવીણાબેન કિશોરભાઈ, લલીતાબેન ભરતભાઈના માસીયાઇ બહેન, સ્વ. ડાહીબેન, જીવીબેનના ભત્રીજી તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-2026ના ગુરુવારે સાંજે 5થી 6 જેઠી જ્ઞાતિની વંડી, મચ્છીપીઠ, ભુજ ખાતે.

ભુજ : સમા હસીનાબેન (ઉ.વ. 52) તે મેહમુદ ઈબ્રાહિમ સમા (મહેબૂબભાઈ - મોમ્સ સ્કૂલ ડ્રાઈવર)ના પત્ની, મ. અબ્દુલભાઈ, આમદભાઈ, સલીમભાઈ, અનવરભાઈના ભાભી, રુક્સારબેન, આસિયાનાબેનના માતા, નોસાદભાઈના સાસુ તા. 26-04-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-4-2026ના બુધવારે સવારે 8.30 વાગ્યે બકાલી કોલોની, કોડકી રોડ, મજલેસ ચોક, ભુજ ખાતે.

માંડવી : મેર અનવર સુલેમાન (ઉ.વ. 56) તે મ. સુલેમાનના પુત્ર, મ. ઉમર, અબ્દુલ, મ. આમદ, સાલેમામદના ભાઇ, અહેમદઅલી અસગરઅલીના પિતા તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-4-2026ના મંગળવારે સવારે 10થી 11 રહમાનિયા મસ્જિદ, તબેલો ફળિયું, માંડવી ખાતે.

માંડવી : જંગમ શિવલાલ લક્ષ્મણ દેરૂ (ઉ.વ. 70) તે જાગૃત સતીમાના પૂજારી, પ્રવીણભાઈ, બલદેવભાઈ, લાભુભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ, ડોલીબેન, અનસૂયાબેનના ભાઈ, સવિતાબેનના પતિ, સંજય, કલ્પેશ, પારુલબેનના પિતા, અલ્પાબેન, વંદનાબેન, ધીરજભાઈના સસરા, જ્યોતિ, વંશિકાના દાદા, એકતા, જહાન્વી, તમન્ના, તપસ્યાના નાના તા. 27-4-26ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-26ના ગુરુવારે બપોરે 4થી 5, દશનામ અખાડા, નવા નાકા બહાર, માંડવી ખાતે. 

સુખપર (તા. ભુજ) : દીપકભાઇ નાનજીભાઇ ઠક્કર (ઉ.વ. 68) તે શાંતાબેન (નિવૃત્ત શિક્ષિકા-સુખપર)ના પતિ, મુક્તાબેન નાનજીભાઇના પુત્ર, દેવકરણ વાલજી (ખાવડા)ના જમાઇ, ગિરીજાબેન, રાજીવભાઇ, પ્રીતિબેનના પિતા, દેવયાનીબેન (નખત્રાણા), વંદનાબેન (રાણાવાવ), નીલમબેન (રતડિયા), શ્યામભાઇ (સુખપર)ના ભાઇ, રાજદે કનૈયાલાલ (સુખપર), સ્વ. નીલેશ (સુખપર), જિજ્ઞાબેનના સસરા, જશોદાબેન (મુંબઇ), નારણભાઇ (ભુજ), લક્ષ્મીબેન (સુખપર), લક્ષ્મીબેન (આદિપુર)ના બનેવી, માનસી (ઓસ્ટ્રેલિયા), પૂરવના દાદા, પાયલ, સંજય, દિવ્યાના મોટાબાપા, યોગેશ, ગાયત્રી, મીત, ઝીલના નાના તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-4-2026ના મંગળવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સુખપર ખાતે.

કોટડા-ચકાર (તા. ભુજ) : રતનબેન દેવશીભાઇ માકાણી (ઉ.વ. 95) તે સ્વ. દેવશીભાઇ ગોવિંદભાઇ માકાણી (માજી સરપંચ)ના પત્ની, રતનશીભાઇ, નવીનભાઇ, દેવકાબેન, રમીલાબેનના માતા, ગૌરીબેન, વિજયાબેન, જેન્તીભાઇ, સ્વ. રમણીકભાઇના સાસુ, ભાવેશ, હિતેષ, જિનેશ, સંકેત, જિજ્ઞા, શીતલના દાદી, જિજ્ઞાબેન, દિવ્યાબેન, સુમિતાબેન, અંશીબેન, વસંત પટેલ, યોગેશ પટેલના દાદીસાસુ તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નવીનભાઇના નિવાસસ્થાને કોટડા (આ.) ખાતે.

ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ અંજારના માયાબેન ખોડિયાર (ઉ.વ. 63) તે સ્વ. લક્ષ્મીબેન જેરામ ખોડિયારના પુત્રવધૂ, સ્વ. ભવાનભાઇ જેરામ ખોડિયારના પત્ની, રીટા (ગોપી)ના માતા, રણજિત (ગૌતમ)ના સાસુ, સ્વ. વેલુબેન પરમાર, ગં.સ્વ. પાર્વતીબેન સોલંકી, દીપકભાઇ સામજીભાઇ ખોડિયાના ભાભી, વિનુભાઇ, નીપુણભાઇના કાકી, જિગરના મોટાબા, સ્વ. શાંતાબેન વલમજી ચાવડા (ખંભરા)ના પુત્રી, સ્વ. બંસીલાલ, સ્વ. રમણીકભાઇ, હરિભાઇ, ભગવાનભાઇ, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. બાલાગવરીબેન, ભાગેરતીબેનના બહેન, પ્રિષાના નાની અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-4-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, ગળપાદર ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : કિશનભાઇ મેઘજીભાઇ વિંઝોડા તે કેસરબેનના પતિ, મનોજ, પ્રવીણ, ગોવિંદના પિતા, સ્વ. શ્યામ વિંઝોડા, સુમનબેન હીરજી બુચિયા, ધનુબેન રામજી ડોરૂના મોટા ભાઇ, અરૂણના મોટાબાપા, સ્વ. બિજલ વાલજીભાઇ સોધમ (નાના કપાયા)ના જમાઇ તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા તા. 30-4-2026ના આગરી તથા તા. 1-5-2026ના ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન નિર્મલનગર સોસાયટી, કિડાણા ખાતે.

કોડાય (તા. માંડવી) : અમરબાઇ હાલાઇ (ઉ.વ. 82) તે કાનજીભાઈ દેવજીભાઈ હાલાઇના પત્ની, લાલજી, નારાણ, લાલબાઇ, વાલબાઇના માતા, રાધાબાઇ, શામબાઇ, ધનજી કાનજી વેકરિયા, ગોવિંદ પ્રેમજી છભાડિયાના સાસુ, સુનીલ, દીપક, ગીતાના દાદી તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-4-2026ના બુધવારે સવારે 7થી 8 નિવાસસ્થાન ખેતરપાળ મંદિરની બાજુમાં, નર્મદા કેનાલ પાસે, કોડાય (તા. માંડવી) ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : સુથાર નાનબાઇ (ઉ.વ. 95) તે સ્વ. સુથાર કરમસીં ભીમજીના પત્ની, સ્વ. મંજુલાબેન શિવજી (બિદડા), ગં.સ્વ. રુક્ષમણિબેન વેલજીભાઈ (મિરજાપર), સ્વ. પ્રભુલાલ, સ્વ. ભગવતીબેન કુંવરજી (નેત્રા), દિનેશભાઇ (નવાવાસ)ના માતા, સ્વ. અમરતબેન પ્રભુલાલ, મંજુલાબેન દિનેશભાઈના સાસુ, જ્યોતિબેન સુનીલભાઈ (જિયાપર), નીલમબેન જિનેશભાઇ (ગોવા), મુકેશ પ્રભુલાલ, મંદુર પ્રભુલાલ, નીરવ દિનેશભાઇ, ભૌમિક દિનેશભાઇના દાદી, સુથાર વસંતભાઈ નરસીંના મોટામા, સ્વ. સુથાર દેવરાજ આશારિયા, સ્વ. સુથાર જેઠાલાલ આશારિયા (ભેરૈયા)ના ભત્રીજાવહુ, સ્વ. સુથાર કાનજીભાઈ હરજી (અંગિયા)ના બહેન તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા  તા. 29-4-2026ના બુધવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર, વૈષ્ણવ સમાજવાડી, દુર્ગાપુર ખાતે.

મોટી ભાડઈ (તા. માંડવી) : ભટ્ટી હમીદાબાઈ (ઉ.વ. 43) તે ભટ્ટી ઇસ્માઇલ ઓસમાણના પુત્રી, હુશેન, મ. નૂરમામદ, મ. આમદના ભત્રીજી, મુસ્તાક, જુસબ, ઈબ્રાહિમ, મજીદ, સલીમના બહેન તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-4-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, મદીના નગર, મોટી ભાડઈ ખાતે.

ભીમસર (તા. નખત્રાણા) : હિંગોરજા જુમા સુમાર (ઉ.વ. 55) તે મ. સુમાર કેશરના પુત્ર, કારા કેશરના ભત્રીજા, જાકબભાઇ, રમજાનના ભાણેજ, જાફર, ઇશાક, રમજાનના મોટા ભાઇ, અનીસ, હનીફના પિતા, અલીમામદ સોરા, આદમ સોતા, હમજા 

સમેજા, ઇરફાન સોઢાના સસરા, મ. હાજી લધા બાબરિયાના બનેવી તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-4- 2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન ભીમસર ખાતે.

બાડી (પાલનપુર) (તા. નખત્રાણા) : રાઠોડ જામકુંવરબા રણમલજી (ઉ.વ. 95) તે રાઠોડ પબાજી રણમલજીના માતા, રામદેવસિંહ પબાજીના દાદી, જાડેજા રતનજી ખેતાજી, જાડેજા સ્વરાજજી ખેતાજી, જાડેજા મહોબ્બતસિંહ પૃથ્વીરાજજી (મુધાન, તા. લખપત)ના સાસુ તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું મુધાન (તા. લખપત) ખાતે. આગરી તા. 5-5-2026ના સાંજે તથા ઘડાઢોળ તા. 6-5-2026ના બુધવારે સવારે.

મંગવાણા (તા. નખત્રાણા) : જાડેજા હરિસંગજી રતનજી (ઉ.વ. 88) તે સ્વ. રતનજી દેવાજી જાડેજાના પુત્ર, સ્વ. ગોવિંદજી દેવાજી જાડેજાના ભાઇ, સ્વ. મેરામણજી ગજણજીના જમાઇ, કાનજી મેરામણજી ચૌહાણ, પ્રતાપસિંહ મેરામણજી ચૌહાણના બનેવી, સ્વ. દેવકુંવરબાના પતિ, મહિપતસિંહના પિતા, માધવસિંહ, કીર્તિસિંહ, પ્રવીણસિંહ, હકુમતસિંહના કાકા, વિક્રમસિંહ, કરણસિંહ, કુલદીપસિંહ, મહાવીરસિંહ, યુવરાજસિંહ, મયૂરધ્વજસિંહ, જયવીરસિંહના દાદા, સોઢા રતનજી શેરાજી (પાનધ્રો), સોઢા રાણુભા નારાણજી, સોઢા ખેતુભા નારાણજી (પાનધ્રો), સોઢા નવલસિંહ લાખિયારજી (પાનધ્રો), સ્વ. રાજુભા વજુભા ચૌહાણ (ડેપા)ના સસરા તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને. તા. 7-5-2026ના ગુરુવારે દશાવ અને તા. 8-5-2026ના ઘડાઢોળ નિવાસસ્થાને.

લાકડિયા (તા. ભચાઉ) : હાંસુબા કલજી સોઢા (ઉ.વ. 95) તે કાનજી ગુમાનસિંહના ભાભી, વાગુભા કરશનજી, ગંભીરસિંહ ભૂરજીના મોટીમા, નરેન્દ્રસિંહ, હેમભા, રાણુભા, સુરેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ, અજિતસિંહ, હરૂપસિંહ, સુરેન્દ્રસિંહ, વિક્રમસિંહ, હકુમતસિંહના દાદી તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. તા. 2-5-2026ના આગરી અને તા. 3-5-2026ના ઘડાઢોળ નિવાસસ્થાને.

પાનધ્રો (તા. લખપત) : નોડે મીરિયાબાઈ કાસમ (ઉ.વ. 80) તે હાજી જુમ્મા, સાજન ઉર્ફે અધાભાના માતા, લતીફ ઉમરના ભાભી, આરબ મુસાના ફઈ, ઇસ્માઇલ ખમીસા, હાજી ઉંમર હુશેન (નાગોર), આદમ સાજન (રામપર), મુબારક ફકીરમામદ (વિગોડી), ઇશાક હસન (રતિયા)ના સાસુ, ઇકબાલ, અમીનના દાદી તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-4-2026ના બુધવારે સવારે 10 વાગ્યે પાનધ્રો ખાતે.

મુંબઇ : મૂળ કલ્યાણપરના ગં.સ્વ. સુનિતા (તારા) પ્રતાપભાઈ સોમૈયા (ઉ.વ. 78) તે સ્વ. ગોકુલદાસ તેજપાલ સોમૈયાના પુત્રવધૂ, સ્વ. પુષ્પાબેન હીરજી કલ્યાણજી ઠક્કર (વાંકુ)ના પુત્રી, સ્વ. પ્રભુદાસભાઈ (પ્રભુજી), ભગવાનદાસ, શિવદાસ, ગં.સ્વ. મધુરીબેન, કમલા, હંસા, વીણા, ગં.સ્વ. ભગવતી, હસ્મિતાના બહેન, હેમા, ભારતીના નણંદ, રૂપલ રાજેશ પ્રભુદાસના ફઈ તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

શેરડીના શામજી ગડા (ઉં. 85) 25મીએ  તે લક્ષ્મીબેન વીરજીના પુત્ર. ભાણબાઈના પતિ. મીના, દિના, ભાવેશના પિતા. ઉમરબાઈ, રામજી, ગાંગજીના ભાઈ. રતનબેન તલકશીના જમાઈ અવસાન પામ્યા છે. 

વાંકીના વિસનજી છેડા (ઉં. 91)  તે દેવકાબેન ભાણજી ટોકરશીના પુત્ર. રસીલાબેન (રસીકબાળા)ના પતિ. વિજય, રાજેન્દ્ર, હર્ષા, રાજુલ, શોભનાના પિતા. લક્ષ્મીચંદ, કેશવજી, હીરજી, જવેરબેન પોપટલાલ લાલજી, અમૃતબેન ખીમજી દેવશીના ભાઈ. મણીબેન દેવજી લાલજીના જમાઈ અવસાન પામ્યા છે. 

કોડાયના મણીલાલ દેઢીયા (ઉં. 75)  તે દેવકાબાઈ કલ્યાણજીના પુત્ર. સ્વ. ધનવંતીના પતિ. કાંતીલાલ, હરખચંદ, નેમચંદ, પ્રભાબેન વસનજી ગાલાના ભાઈ. લક્ષ્મીબેન તેજશી માડણના જમાઈ અવસાન પામ્યા છે. 

બિદડાના કિરણકુમાર ગંગર (ઉં. 64)  તે ભાનુમતી મગનલાલના પુત્ર. ઉષાના પતિ. રીશિકાના પિતા. રશ્મીકાંતના ભાઈ. હેમલતા વસનજી લાલજીના જમાઈ અવસાન પામ્યા છે. 

નાગલપુરના અ.સૌ. મંજુલાબેન સંગોઈ (ઉં. 77)  તે દેવકાબાઈ/ સોનબાઈ/ વિમળા મગનલાલના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. અનુજ, ચિરાગના માતા. ભાણબાઈ જેઠાલાલ ધાવલિયાના પુત્રી. હરખચંદ, મધુ, ચંદન, ભાવનાના બેન અવસાન પામ્યા છે. 

કોટડી મહાદેવપુરીના કલ્યાણજી ચંદ્રિઆણી (ઉં. 91). તે સ્વ. ગોમતીબાઈ કાકુભાઈ ચંદ્રિઆણીના પુત્ર. સ્વ. રાધાબેન વિરજી કારીયાના જમાઈ. વિણાબેનના પતિ. કલ્પેશ, હર્ષા, રૂપલના પિતા. સ્વ. પ્રતાપ, નવીન, હેમલતા કાંતિલાલ, જયસિંહ, દેવમણી ચંદ્રકાંત, રમેશના ભાઈ અવસાન પામ્યા છે.

Panchang

dd