• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ભુજમાં બંધ ઘરનાં તાળાં તોડી `નોકિયા' મોબાઇલની તસ્કરી

ભુજ, તા. 27 : શહેરના એરપોર્ટ રોડ પર સંસ્કાર હોમ્સના એક બંધ ઘરનાં તાળાં તોડી નોકિયા કંપનીના મોબાઇલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ ચોરી અંગે કુલદીપસિંગ શ્રીઅવિંદ્ર યાદવે આજે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તે સંસ્કાર સ્કૂલ પાસે સંસ્કાર હોમ્સ પ્લોટ નં. ચારના મકાનમાં ભાડે રહે છે. મૂળ જયપુર (રાજસ્થાન)ના એવા કુલદીપસિંગ ગત તા. 22/4ના ઘર બંધ કરી જયપુર ગયા હતા અને આજે 27/4ના સવારે પરત ફરતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તથા ઇન્ટરલોક તૂટેલા હતા. સામાન વેરવિખેર હતો. ઘરમાંથી રેડ મી કંપનીનો વાયર તથા નોકિયાનો મોડેલ નં. 106 કિં.રૂા. 3000ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો.

Panchang

dd