• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ભારત સામે હારથી પાકિસ્તાન ભડક્યું હતું

નવી દિલ્હી, તા. 27 : ઓપરેશન સિંદૂરમાં હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાની જાણીજોઈને અફઘાનિસ્તાનને નિશાન બનાવીને ખુન્નસ ઉતાર્યું હોવાનો ચોંકાવનારો દાવો થયો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી) તરફથી આ આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાક.નાં ફીલ્ડ માર્શલ આસીમ મુનીરે પોતાની છબિ સુધારવા માટે જ અફઘાનિસ્તાન સાથે તનાવ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર બાદ પાક. અને અફઘાનિસ્તાન સીમાએ પણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ટીટીપીનાં સામયિક મુજલ્લાહ તાલિબાનનાં 11મા અંકમાં મુનીર ઉપર અનેક પ્રકારનાં આરોપ મૂકવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મુનીરે અફઘાનિસ્તાનને ભારતની તુલનામાં સરળ નિશાન માન્યું હતું. મે-202પમાં ભારત સાથે થયેલા ટકરાવમાં હાર અને દુનિયાભરમાં ભારતનાં વધતા સમર્થનને ધ્યાને રાખીને મુનીરે આ માર્ગ અખત્યાર કરી લીધો હતો. આવું કરવાનો હેતુ પોતાની સૈન્ય કામિયાબી દેખાડવા અને દેશમાં પોતાની પકડ મજબૂત કરવાનો હતો. ટીટીપીએ પાકિસ્તાન સૈન્ય નેતૃત્વ ઉપર અમેરિકા સાથે મિલીભગતની જૂની આદત જારી રાખવાનો આરોપ પણ લગાવ્યો હતો. ફેબ્રુઆરી 2026માં અફઘાની શહેરોમાં કરવામાં આવેલા હવાઈ હુમલા વાસ્તવમાં ઉગ્રવાદને ખતમ કરવા નહીં બલ્કે અમેરિકાની ખુશામત કરવા માટે થયા હતાં.

Panchang

dd