ભુજ, તા. 27 : ધોળાવીરાની 20 વર્ષીય યુવતી ભારતીબેન
નીખીલભાઈ સોલંકીએ ગઈકાલે રાત્રે ખાવડામાં ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. જ્યારે
મુંદરામાં ગઇકાલે અકસ્માતમાં 35થી 40 વર્ષના અજાણ્યા યુવાનનું મોત
થયું હતું. ગઈકાલે રાતે 10:30 વાગ્યાના અરસામાં ખાવડાના પંઢા ફળિયામાં
ભારતીબેને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે ખાવડાની સરકારી
હોસ્પિટલ લઈ ગયા બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત
જાહેર કર્યા હતા. તેનું પોસ્ટમોર્ટમ થયું હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં
મૃતક ભારતીબેનના પિતા જગદીશભાઈ રામજીભાઈ કોલી
(રહે. ભીમદેવકા, તા. રાપર)એ જાહેર કરાવી હતી.
બીજી તરફ મુંદરા પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ ગઇકાલે સાંજે 4:30 વાગ્યા
પહેલાં શાંતિવન કોલોનીથી આગળ જતાં પ્ર્રાગપર તરફ એચ.પી. પેટ્રોલ પંપની સામે પડેલા
અજાણ્યા 35થી
40 વર્ષના
યુવાનની લાશ 112 જનરક્ષક
વાહન દ્વારા મુંદરાના સીએચસી ખાતે લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
લાશને પ્રાથમિક રીતે જોતાં અકસ્માતમાં શરીરે ઇજાઓ હતી. મુંદરા પોલીસે હાલ અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી આ અજાણ્યા શખ્સની ઓળખ જાણવા છાનબીન આદરી છે.