• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ગાંધીધામ મહાપાલિકા કચેરી ખાતે પ્રથમ મેયરની ચેમ્બર બનાવાની કામગીરી શરૂ

ગાંધીધામ, તા. 27 : કચ્છની  પ્રથમ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થઈ અને આવતીકાલે મતગણતરી થશે અને બપોર સુધી કોનેં શાસન આવશે તે નક્કી થઈ જશે. ત્યારે પ્રથમ મહાપાલિકામાં પ્રથમ મેયરની પણ વરણી આગામી દિવસોમાં થઈ જશે. હાલ પ્રશાસન દ્વારા પદાધિકારીઓની ચેમ્બર બનાવવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ અંગે મળતી વિગતો મુજબ મહાપાલિકા કચેરી ખાતે ગ્રાઉન્ડ ફલોર ઉપર જ તમામ પદાધિકારીઓની ચેમ્બર બનાવવામાં આવશે. હાલ કોર્પોરેશનની કચેરીનું પણ નવીનીકરણ કરાયું છે અને કોર્પોરેટ ટચ આપવામાં આવ્યો છે. નવી બોડી આવ્યા બાદ તમામ પદાધિકારીઓની ચેમ્બર ગ્રાઉન્ડ ફલોર ઉપર રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકામાં અન્ય સમિતિઓના ચેરમેનને પણ ચેમ્બર આપવાની રહેશે. નીચે જે સ્ટાફ બેસતો હતો તે તમામ સ્ટાફ માટે બીજા માળે પાર્ટીસન લગાડીને બેઠક વ્યવસ્થા કરવામાં ંઆવી છે. હાલ મહાપાલિકાની નવી કચેરી બનાવવાની કામગીરી ચાલુમાં છે પંરતુ તેના નિમાર્ણમાં અંદાજે બે વર્ષ જેટલો સમયગાળો લાગી જાય તેમ છે ત્યાં સુધી સ્ટાફ અને પદાધિકારીઓ માટે અગવડતા રહેશે.

Panchang

dd