ભુજ, તા. 27 : ચેક પરતના કેસમાં આરોપી જય મોહન મટાઇ (રહે.
આદિપુર)ને ગાંધીધામ કોર્ટે કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂા. 8,22,000 દંડ
અને પાંચ હજાર વળતરનો હુકમ કર્યો છે. આ કેસની ટૂંક વિગત મુજબ ફરિયાદી કુંદનભાઇ
ધનજી ડોરૂ (રહે. ગાંધીધામ)એ આરોપી જય મોહન મટાઇ (રહે. આદિપુર)ને રૂા. 8,37,000 હાથઉછીના
આપ્યા હતા. ફરિયાદીને રૂા. 8.22 લાખનો પ્રોમેસરી નોટ સાથે એક ચેક આપ્યો હતો.
ફરિયાદીએ ચેક વટાવતાં આરોપીએ પેમેન્ટ સ્ટોપ કરાવતાં ચેક પરત ફર્યો હતો. ફરિયાદીએ
ગાંધીધામ કોર્ટમાં કેસ દાખલ કરતાં જજ અભિષેક શાહુએ આરોપીને તકસીરવાન ઠેરવી એક
વર્ષની કેદ તથા ચેકની રકમ રૂા. 8.22 લાખ તેમજ વળતર પેટે રૂા. પાંચ હજાર ચૂકવવા હુકમ
કર્યો હતો. ફરિયાદીના એડવોકેટ તરીકે વિજય એમ. ફફલ, નીતેષ
દેવરિયા, બી.એસ. મહેશ્વરી હાજર રહ્યા હતા.