• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : દેવ ધર્મેન્દ્ર રાજદે (.. 13) તે મૂળ ખાવડાના ગં.સ્વ. લક્ષ્મીબેન દયારામભાઇ રાજદેના પૌત્ર, રજનીબેન ધર્મેન્દ્રભાઇના પુત્ર, અલ્પાબેન જગદીશભાઇ, પુષ્પાબેન હસમુખ, જ્યોતિબેન બકુલભાઇ સોનેતાના ભત્રીજા, કલાવંતીબેન રામભાઇના દોહિત્ર, મમતાબેન, કૈલાસભાઇ, પૂનમબેન નરેશભાઇના ભાણેજ, ઇશા, રુતુલ, જય, ક્રિષ્નાના નાના ભાઇ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-5-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

આદિપુર : રાપરના ઠા. ગિરધરલાલ છગનલાલ પુજારા (.. 85) તે સ્વ. છગનલાલ પ્રાગજી પુજારા (વકીલ)ના પુત્ર, ગં.સ્વ. મંછીબેનના પતિ, ઘનશ્યામભાઇ (એડવોકેટ-નોટરી), જગદીશભાઇ, રોહિતભાઇ (સી..), પ્રવીણાબેન હર્ષદકુમાર સચદેના પિતા, જ્યોતિબેન, કંચનબેન, અર્ચનાબેન, હર્ષદકુમાર સચદેના સસરા, સ્વ. પરસોત્તમભાઇ, નર્મદાબેન શિવલાલભાઇ મિરાણી, જમનાબેન મેઘજીભાઇ રામાણી, સ્વ. કાંતાબેન ભીખાલાલ રાજદે, સ્વ. પ્રેમિલાબેન ભીખાલાલ મિરાણી, ગૌરીબેન હરિલાલ રૈયાના ભાઇ, સ્વ. મગનલાલ, સ્વ. નારણજીભાઇ, સ્વ. ચમનલાલના ભત્રીજા, પ્રેમજીભાઇ, અમૃતલાલભાઇ, પ્રેમિલાબેન મગનલાલ મિરાણીના બનેવી, સ્વ. ધારશીભાઇ રવજીભાઇ સોમેશ્વરના દોહિત્ર, સ્વ. જીવરાજભાઇ, સ્વ. બળવંતભાઇ, સ્વ. તુલસીદાસભાઇના ભાણેજ, જીવરાજ કચરાભાઇ ચંદે (માખેલ)ના જમાઇ, પંકજ (એડવોકેટ), તેજેન્દ્ર (એડવોકેટ), વત્સલ (એમ.બી..), રાજેન્દ્ર (સી..), સૌમ્ય (સી..), પીયૂષના દાદા, પૂજાબેન, જિજ્ઞાબેન (ગોપી), મિરાલીના દાદા સસરા, અસ્મીબેન વિનોદકુમાર વાધવાણી, ગ્રીસાબેન કરનકુમાર દાવડાના નાના, વિમલ, યોગ, ધ્યાનના પરનાના તા. 10-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-5-2024ના રવિવારે સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે. (દશો રાખેલો નથી.)

અંજાર : શેખ ભાકરશા મોદીશા શાવાણી (.. 73) તે . શેખ મોદીશા ભાકરશા શાવાણીના પુત્ર, શેખ સુલેમાનશા, શેખ હુશેનશા, . શેખ આમદશાના ભાઇ, શેખ કાસમશા, શેખ મામદહુશેન ભાકરશાના પિતા, શેખ મામદશા સુલેમાનશા, ઇબ્રાહિમશા, અકબરશા, મોદીશા, ઇકબાલશા, મામદહનીફના મોટાબાપા તા. 10-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-5-2024ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હેમલાઇ ફળિયું, બાપુ દરગાહ, અંજાર ખાતે.

મેઘપર (તા. ભુજ) : કારાભાઇ સંજોટ (.. 75) તે સ્વ. વેલાભાઇ સુમારભાઇ મહેશ્વરીના પુત્ર, પુરબાઇના પતિ, સ્વ. જુમાભાઇ, સ્વ. ફકીરાભાઇ (ગાંધીધામ)ના ભાઇ, વીરજી, લક્ષ્મીબેન વાલજી દોરૂ (દેશલપર વાંઢાય), રમેશ, પ્રેમિલાબેન રવિલાલ ધેડા (માંડવી)ના પિતા, બુધાભાઇ (ગાંધીધામ), ભીખાલાલ, ભચીબેન, લક્ષ્મીબેન, શાંતાબેન, રતનબેનના કાકા, દિવ્યા, કિશન, દીપેન, નિતેશ, આયુષીના દાદા તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. પરોજણ ધાર્મિકક્રિયા તા. 12-5-2024ના રવિવારે આગરી અને તા. 13-5-2024ના સોમવારે ઘડાઢોળ નિવાસસ્થાને ઇન્દિરાનગર, મેઘપર ખાતે.

કોટડા-ચકાર-આથમણાવાસ (તા. ભુજ) : શાંતાબેન શામજીભાઇ માકાણી (.. 80) તે શામજીભાઇ હીરજીભાઇ માકાણીના પત્ની, સવગણભાઇ (માજી સરપંચ), જીવરાજભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. રમેશભાઇ, નવીનભાઇ, દમયંતીબેન, સવિતાબેનના માતા, હિનાબેન, ભાવનાબેન, મનસુખભાઇ છાભૈયા, મોહનભાઇ છાભૈયાના સાસુ, તુષાર, નિશાર, રાજ, અર્પીના દાદી, રાધાબેન તથા અંજનીબેનના દાદીસાસુ, રોનિક, જિનલ, નીતેશ, નંદન, ગૂંજનના નાની તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કોટડા (.) ખાતે.

મીઠીરોહર (તા. ગાંધીધામ) : ગોસ્વામી શાંતાબેન (.. 84) તે સ્વ. માધવગિરિ સામગિરિના પત્ની, સ્વ. શંકરગિરિ પેરાજગિરિ (લાખાપર)ના પુત્રી, સ્વ. પ્રેમગિરિ શંકરગિરિ (ગુંદાલા), સ્વ. મંગલગિરિ શંકરગિરિ (ગુંદાલા), શિવગિરિ શંકરગિરિ (ગુંદાલા), બચુબેન દયાલગિરિ (. કોટડા)ના બહેન, સ્વ. પરસોત્તમગિરિ, જ્ઞાનગિરિ, ગુલાબગિરિ, કસ્તૂબેન કનૈયાલાલ (ભદ્રેશ્વર), જ્યોતિબેન બલરામગિરિ (મીંદિયાળા), મીનાક્ષીબેન ઇશ્વરગિરિ (કોડાઇ)ના માતા, રેખાબેન ભૂપેનગિરિ (ભુજ), રીનાબેન યોગેશભારતી (મમુઆરા), શિલ્પાબેન કિશોરગિરિ (વરસામેડી), અલ્પેશગિરિ જ્ઞાનગિરિના દાદી, હંસાબેન જ્ઞાનગિરિના સાસુ, નૈનાબેન અલ્પેશગિરિના મોટા સાસુ, ભવ્યગિરિ, તીર્થગિરિના પરદાદી, ભગવાનગિરિ, પ્રેમગિરિ, ગવરીગિરિ, જાદવગિરિ, નરસિંહગિરિ, ચંદુગિરિ, શારદાબેન, જયાબેન, સવિતાબેનના કાકી, સ્વ. રાધાબેન કલ્યાણગિરિ (ભુજપુર)ના વેવાણ તા. 10-5-2024ના અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા તા. 13-5-2024ના સોમવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, પાણીના ટાંકાની બાજુમાં, મીઠીરોહર ખાતે તથા બારમાની વિધિ તા. 20-5-2024ના સોમવારે નિવાસસ્થાને.

ધમડકા (તા. અંજાર) : જશોદાબેન શાંતિલાલ મહેતા (.. 87) તે ગુણવંતીબેન વોરા, વાડીલાલ મહેતા, મુકેશ મહેતાના માતા, સ્વ. ચમનલાલ વોરા, મીનાક્ષીબેન મહેતા, જયશ્રીબેન મહેતાના સાસુ, દેવશીભાઇ ગોરધનભાઇ પારેખ (આમરડી)ના પુત્રી, જયેન્દ્રભાઇ સાતુદા (ભચાઉ)ના મોટા સાસુ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 12-5-2024ના નિવાસસ્થાનેથી નીકળશે.

સિનુગ્રા (તા. અંજાર) : ભોજાણી ઝેરાબાનુ હસનઅલી (.. 78) તે . ભોજાણી હસનઅલી મનજીના પત્ની, હસીના સલીમભાઇ સુરમાવાલાના માતા, સલીમભાઇ રજબઅલી સુરમાવાલાના સાસુ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. જિયારતની વિધિ તા. 12-5-2024ના રવિવારે સવારે 11 કલાકે ખોજા જમાતખાના, સિનુગ્રા ખાતે. સાદડી તા. 12-5-2025ના રવિવારે સાંજે 4થી 5 ખોજા સમાજવાડીમાં.

મસ્કા (તા. માંડવી) : ગુંદિયાળી હાલે ભુજ વેલજી જટાશંકર ગોપાલજી વ્યાસ (.. 65) તે વિમળાબેનના પતિ, કોમલ, રોશની, દિલીપ, તુલસીના પિતા, જતિનભાઇ, પરેશભાઇ, તમન્ના, સીતાના સસરા, સ્વ. મોંઘીબેન પરસોત્તમ પ્રાગજી મોતાના જમાઇ, સ્વ. રવિલાલભાઇ, રાઘવજીભાઇ, રામજીભાઇ, પ્રવીણભાઇ, શાંતિભાઇ, સ્વ. ઝવેરબેન કલ્યાણજી (નાગલપુર), સ્વ. બચુબેન ત્રંબકલાલ માકાણી (ભિટારા)ના બનેવી, સ્વ. ધનીબેન, પ્રેમિલાબેન, ગોદાવરીબેન, કસ્તૂરબેન, કમળાબેનના નણદોયા, સ્વ. તુલસીદાસ, નવીન, હરેશ, હસમુખ, ધીરજ, વિનોદ, જેન્તી, વસંત, નીતિન, સચિન, જિગર, રાહુલ, ઉર્મિલાબેન, મધુબેન, જ્યોતિબેન, ભારતીબેન, ક્રિષ્નાબેન, ભાવિકા, ભક્તિ, પંક્તિના ફુવા, સ્વ. નવીનભાઇ, દીપકભાઇ, કસ્તૂરબેન શંકરજી, સ્વ. ગોદાવરીબેન ભોગીલાલ, પ્રભાબેન કિશોરભાઇના ભાઇ, સ્વ. ગીતાબેન, સ્વ. રસીલાબેનના જેઠ, હર્ષિકાના દાદા, સૂરજ, કિરણ, અંજલિ, ખુશ્બૂના કાકા, વંશ, ટિશા, ક્રિશ્વીના નાના તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-5-2024ના સોમવારે સાંજે 5થી 6.30 શક્તિધામ સમાજવાડી, જયનગર, ભુજ ખાતે તેમજ સાસરા પક્ષની સાદડી તા. 13-5-2024ના સોમવારે બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

રામપર વેકરા (તા. માંડવી) : હાલે ધનબાદ પ્રકાશ ચંદુલાલ મહેતા (.. 77) તે સ્વ. ચંદુલાલ પાનાચંદ મહેતા તથા સ્વ. વિદ્યાબેનના પુત્ર, ગં.સ્વ. પુષ્પાબેનના પતિ, વિમલ, અમિત, મુકેશના પિતા, હેતલબેન વિમલભાઈ મહેતા, નિતુબેન અમિતભાઇ મહેતા, અપર્ણબેન મુકેશભાઈ મહેતાના સસરા, સ્વ. વનેચંદભાઈ, સ્વ. ચંપકભાઈ, મુક્તાબેનના ભત્રીજા, સ્વ. શિલાબેન ચમનભાઈ મહેતા, (મુંદરા), સ્વ. નીમુબેન, સ્વ. જ્યોતિબેન, હંસાબેન કનૈયાલાલભાઈ શાહ (રિવા-.પ્ર.), સ્વ. મીનાબેન રજનીકાંતભાઈ દેસાઈ (ભુજ), સ્વ. નીતિનભાઈ ચંદુલાલ મહેતાના ભાઈ, સ્વ. નિશાબેન નીતિનભાઈ મહેતાના જેઠ, માધવ વિમલ મહેતા અને પલક અમિત મહેતાના દાદા, તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 12-5-2024ના રવિવારે સવારે 10 કલાકે (ધનબાદ, ઝારખંડ)થી નીકળશે.

નાના ભાડિયા (તા. માંડવી) : રાજેશ વ્યાસ (.. 35) તે ઇન્દિરાબેન ઉમિયાશંકર વ્યાસના પુત્ર, આશાબેનના પતિ, કિશન તથા કનૈયાના પિતા, મીનાબેન કલ્યાણજીભાઈ ત્રિકમજી ઉગાણી (નાગ્રેચા હાલ માધાપર)ના જમાઈ, શિલ્પાબેન પ્રકાશભાઈ નાકર, દિનેશ, પૂજા, કરણ, સચિન, સુમિતના બનેવી, પ્રકાશભાઈ ખરાશંકર નાકર (ભુજ)ના સાઢુ ભાઈ, જિયાના નણદોયા, કાંતિલાલ ત્રિકમજી (નલિયા), સુનીલભાઇ ત્રિકમજી, લીલાવંતી ઈશ્વરભાઈ ઓઝા, કમળાબેન રમેશભાઈ મોતા (મુંબઈ), સવિતાબેન, સ્વ. રમીલાબેનના ભાઈના જમાઈ તા. 10-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-5-2024ના રવિવારે બપોરે 2થી 4 નિવાસસ્થાન કલ્યાણજી ત્રિકમજી ઉગાણી, સ્વામિનારાયણ નગર, રાજાભાઈ બંગલાની સામે, સ્વામિનારાયણ સ્કૂલની બાજુમાં, જૂનાવાસ-માધાપર ખાતે.

ગોધરા (તા. માંડવી) : પૂનમચંદ હેમરાજ પિંગલસુર (.. 82) તે સ્વ. હેમરાજ લધા પિંગલસુરના પુત્ર, સ્વ. હાંસબાઇના પતિ, બુધિયા હેમરાજ, દેવજી હેમરાજ, મુલબાઇ માલશી બુચિયા (ગોધરા)ના ભાઇ, મોહન, સવિતા, પુરબાઇ, અજબાઇ, નેનાબાઇના પિતા, શિવજી માલશી (ગોધરા), ખીમજી સુઢા (નુંધાતડ), વેલજી જુમા (માધાપર), સામજી દેવજી (ડોણ)ના સસરા, રવિ, રીયા, હેતલના દાદા, અલ્પા, કરણ, ખ્યાતિ, નરેશ, નવીન, ચેતના, હંસા, નેહાના નાના, નારાણ બુચિયા, સ્વ. ખીમજી બુચિયા, શિવજી બુચિયાના મામા તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 13-5 અને 14-5 સોમ-મંગળવારના નિવાસસ્થાન ગોધરા ખાતે.

મોટી તુંબડી (તા. મુંદરા) : કુંવરબાઇ દયાલપુરી ગુંસાઇ (.. 102) તે ઇશ્વરપુરી, પ્રેમપુરી, બુધપુરી, બળદેવપુરી, વેલાબેન, બચુબેનના માતા, સ્વ. કરશનપુરી, મોહનપુરી, રમેશપુરી, ધનસુખપુરી, ધીરજપુરી, કાંતાબેન, પુરબાઇ, લક્ષ્મીબેન, મંગળાબેનના મોટીમા, કમળાબેન, ધનુબેન, મંજુબેન, સંગીતાબેનના સાસુ, શૈલેશપુરી, સંજયપુરી, ભાવેશપુરી, જિગરપુરી, આશિષપુરી, શિવપુરી, લીલાબેન, હિનલબેન, સોનલબેન, કીર્તિબેન, નિતુબેન, સ્વ. રેખાબેનના દાદી, મીઠુભારતીના બહેન, છગનભારતી, કમલભારતી, પોપટભારતી, સ્વ. હીરાભારતી, સ્વ. શંભુભારતીના ફઇ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 13-5-2024ના સોમવારે સાંજે 4થી 5 કોમ્યુનિટી હોલ, વથાણ ચોક, મોટી તુંબડી ખાતે.

રસલિયા (તા. નખત્રાણા) : મૂળ કોડાયના હાલે નડિયાદ ઠા. મુકેશભાઇ ધનજી સોમેશ્વર (.. 55) તે સ્વ. હીરાવંતીબેન ધનજી પ્રાગજી સોમેશ્વરના પુત્ર, સ્વ. પાર્વતીબેન પ્રાગજી સોમેશ્વરના પૌત્ર, કૌશલ્યાબેનના પતિ, સ્વ. જેષ્ઠારામ, સ્વ. દામજીભાઇ, સ્વ. મોહનલાલ, સ્વ. મણિલાલ, સ્વ. અમૃતલાલ, હેમરાજભાઇ (અમરનાથ), લક્ષ્મીબેન ભરતભાઇ (ભુજ), પ્રભાબેન વિઠ્ઠલદાસ (વાડાસર), નર્મદાબેન મનોજભાઇ (મુંબઇ)ના ભત્રીજા, રોબિન, ભાવિન, જયના પિતા, સ્વ. ભાવનાબેન દિલીપભાઇ કોટક (સુરત), રીટાબેન (સુરત), નીતિનભાઇના ભાઇ, મીનાબેનના જેઠ, ભાર્ગવ, આશિષના મોટાબાપા, ધ્વનિબેનના સસરા, નિખિલ, સ્વીટી, જયના મામા, જૈનીલ, કૃશિવના દાદા, સ્વ. જમનાદાસ લીલાધર ધિરાવાણી (નેત્રા હાલે ભુજ)ના જમાઇ, નર્મદાબેન અમૃતલાલ ગણાત્રા (ભુજ), ગં.સ્વ. ઉર્મિલાબેન વિનોદભાઇ (મુંબઇ), પ્રદીપભાઇ, જગદીશભાઇ, જિતેન્દ્રભાઇના બનેવી, સ્વ. કુંવરબેન જેરામ પોપટ (નેત્રા)ના દોહિત્ર, વસંતભાઇ, મનસુખભાઇ, સ્વ. ચંદુભાઇ, જિતેન્દ્રભાઇ, શોભનાબેન ઘનશ્યામભાઇ, નીતાબેન વિઠ્ઠલદાસના ભાણેજ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-5-2024ના સોમવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, રસલિયા ખાતે.

નુંધાતડ (તા. અબડાસા) : સાકરીબાઇ રામજી માવ (.. 75) તે રામજી લીલાધર માવના પત્ની, વિમળાબેન મનોજભાઇ મંગે, વાલજીભાઇ, અરવિંદભાઇના માતા, શાંતાબેન શંકરલાલના જેઠાણી, કનૈયાલાલ, નિમેષ, આશિષ, ખુશ્બૂ, નિરાલી, કાજલ પ્રદીપભાઇ ચાંદ્રા, સંગીતા રાજેશ ધુકેરના દાદી, મુકેશ તથા શીતલ મહેશભાઇ કટારમલના મોટાબા, સ્વ. દેવકીબેન, સ્વ. અજબાઇ, ગં.સ્વ. ભાગબાઇ, મીઠાબાઈ, લક્ષ્મીબાઇ શંકર લીલાધરના ભાભી, સ્વ. સામાબાઇ લીલાધર માવ, બુધિયા હરજી માવના પુત્રવધૂ, નવીન, શંભુભાઇ, સુરેશભાઇના કાકી, શાંતાબેન અરવિંદ, સીતાબેન વાલજી માવના સાસુ, દીપક કાનજી ચાંદ્રા, અશોક જેરામ કટારમલના મામી, સ્વ. મીઠાબાઇ રામજીભાઇ જખુભાઇ કટારમલના પુત્રી તા. 10-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-5-2024ના બપોરે 3થી 5 ભાનુશાલી મહાજનવાડી, નુંધાતડ ખાતે.

રેલડિયા-મંજલ (તા. અબડાસા) : મેરામણજી વિરાજી જાડેજા (.. 68) તે સ્વ. જાડેજા વિરાજી નથુજીના પુત્ર, શિવુભા, મંગલસંગજી, સ્વ. દેવુભા, જીલુભા, સ્વ. અજુભાના ભાઇ, મનુભા, ખેંગારજી, નટુભા, નરસંગજીલ વિજયરાજસિંહ, જુવાનસિંહ, પ્રતાપસંગજી, અભેસંગજી, હિંમતસિંહ, ખોડુભા, વિક્રમસિંહ, અમરસંગજીના કાકા, મહિપતસિંહ, દશરથસિંહ, રામદેવસિંહ, રાજદીપસિંહના મોટાબાપુ, વનરાજસિંહ, ભરતસિંહના પિતા, સોઢા રાણુભા સંગ્રામસિંહ (મોડકુબા)ના જમાઇ, સોઢા પ્રેમસંગજી, લક્ષ્મણસિંહના બનેવી, સ્વ. વાઘા હરિસંગજી ખાનજી (વમોટી), સ્વ. સોઢા આસુભા કાનજી (મિંયાણી), સોઢા સતુભા લાખ્યારજી (દનણા)ના સાળા, વાઘા સતુભા, મુરુભા (હાજાપર), સોઢા પ્રવીણસિંહ, વિજયસિંહ (મિંયાણી), સોઢા ગુમાનસિંહ બળવંતસિંહ (દનણા)ના મામા, રાઠોડ રાજેન્દ્રસિંહ મહેશોજી (હીરાપર), વાઘા મુરુભા હરિસંગજી (વમોટી)ના સસરા તા. 10-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

ડુમરા (તા. અબડાસા) : આશાભાઇ ચંદે (.. 71) તે સામજી ડાહ્યાના પુત્ર, સ્વ. પુરબાઇના પતિ, સ્વ. જાટ સાંગા જુમા (સુથરી)ના જમાઇ, સ્વ. લાલજી, સ્વ. વેરશી, દામજી, ભચુ, જેઠાલાલ, સ્વ. કુંવરબાઈ કેશવજી સંજોટ (સુથરી), સ્વ. રતનબાઈ ખેરાજ ખાખલા (મેરાઉ)ના ભાઇ, મનીષ, પદ્મા (પ્રેમિલા) હરેશ ડુંગરખિયા (માંડવી), દમયંતી ભરત પિંગલસુર (બાયઠ)ના પિતા, સ્વ. મોહનલાલ, ખીમજી, પ્રેમજી (ભુજ પોસ્ટ ઓફિસ), પ્રવીણ, લક્ષ્મણ, પ્રેમજી, પ્રાણલાલના કાકા, રમેશ, રાજેશ, દિનેશ, જયંતી, રવજીના મોટાબાપા, હસ્મિતા, મીતના દાદા, હંસિતા, પાર્થ, રિયા, એન્જલના નાના તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

મોથાળા (તા. અબડાસા) : સોનારા આમદ હુશેન (.. 72) તે સોનારા ઇસ્હાક હુશેનના મોટા ભાઇ, તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. ઝિયારત મોકૂફ રાખેલ છે. ફોન પર સંપર્ક : સોનારા ઇસ્હાક મો. : 97268 17846.

મલાડ (મુંબઇ) : ડે. હસુબેન (હર્ષાબેન) ગજેન્દ્રભાઇ હાથી (.. 80) તે સ્વ. ડો. ભાનુભાઇ છાયાના પુત્રી, એડવોકેટ સ્વ. કંચનભાઇ છાયાના ભત્રીજી, મૌલિક તથા મનનના માતા, મનીષા તથા પ્રાપ્તિના સાસુ, ધર્માન્સુ છાયા, કપિલાબેન હરીશભાઇ ઝાલા, હર્મિલાબેન મહેશ માંકડ, બંસરીબેન નીતિનભાઇ હાથીના મોટા બહેન, ઝંખનાબેન છાયાના નણંદ તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 13-5-2024ના સોમવારે સવારે 9 વાગ્યે મલાડ ખાતેના નિવાસસ્થાન બી-1107, વ્હીસ્પરિંગ હાઇટ્સ, માઇન્ડ સ્પેસ, ચીંચોલી બંદર રોડ ખાતેથી નીકળશે. સંપર્ક મો. 98250 23311.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang