• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

લવલીના, શુભમ, જાદુમણિ એ જીત્યા રજત

ગ્લાસગો, તા. 1 :  કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શનિવારને ઐતિહાસિક બનાવ્યો હતો. પેરા એથલેટિક્સ શોટ પૂટમાં ટોપના બન્ને સ્થાન ઉપર કબજો કર્યો હતો. પુરૂષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ભારતને મોટી સફળતા મળી હતી અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ શાનદાર પ્રદર્શનના દમ ઉપર ભારતે મેડલ ટેલીમા ચોથું સ્થાન મેળવી લીધું હતું.  લવલીના બોરગોહેને મહિલા 75 કિલો વર્ગની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની એમ્મા સુઈ ગ્રીન સામે હાર સાથે રજતથી સંતોષ માનવો પડયો હતો. પુરૂષોની પેરા એથ્લેટિક્સ એફ57 શોટ પૂટ (ગોળા ફેંક) સ્પર્ધામાં એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય એથ્લીટ સોમન રાણાએ ગોલ્ડ મેડલ અને શુભમ જુયાલે સિલ્વર મેડલ જીત્યો હતો.પુરૂષોના 55 કિલો વર્ગ સ્પર્ધાના ફાઈનલ મુકાબલામાં ભારતના જાદુમણિ સિંહ માંડેંગબમને ઓસ્ટ્રેલિયાના જાય ડિક્સનના હાથે 0-5થી હારનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયન બોક્સરે એકતરફી દબદબો બનાવ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં મળેલી હાર છતા જાદુમણિએ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો.  પુરૂષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ભારતે એક સાથે બે પદક જીત્યા હતા. ભારતીય અથલીટ પ્રવીણ ચિત્રવેલે સિલ્વર મેડલ ઉપર કબજો કર્યો હતો. જ્યારે સેલ્વા પ્રભુ થિરુમારને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને વધુ એક પદક અપાવ્યો હતો. આ રીતે ભારતે ઈવેન્ટમાં `ડબલ પોડિયમ ફિનિશ' મેળવ્યું હતું.  જૂડો મેટ ઉપર પણ મહિલાઓના 63 કિલો કેટેગરીના મુકાબલામાં ઉન્નતી શર્માએ એકતરફી જીત મેળવીને બ્રોન્ઝ જીત્યો હતો. એથ્લેટિક્સમાં તેજસ્વીન શંકરે ડેકાથલોન સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સની આ સ્પર્ધામાં ચંદ્રક જીતનાર શંકર પ્રથમ ભારતીય બન્યો હતો. 

Panchang

dd