• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

કોમનવેલ્થ ગેમ્સ; ભારતનો સુવર્ણ સપાટો : એક દિ'માં 7

ગ્લાસગો, તા. 1 : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મહિલા મુક્કેબાજો શાનદાર દેખાવ સાથે છવાઈ ગઈ હતી અને સુવર્ણ ચંદ્રકનો `પંચ' લગાવ્યો હતો, એ ઉપરાંત ભારતના બોક્સર સચિન સિવાચે પણ મજબૂત પ્રદર્શન કરી ગોલ્ડ જીત્યો હતો. તો પેરા ગોળાફેંકમાં સોમન રાણાએ પણ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીતતાં ભારત કુલ 12 સુવર્ણ સહિત કુલ 35 મેડલ સાથે ચંદ્રક સૂચિમાં ચોથા સ્થાને આવી ગયું છે. 54 કિલોમાં પ્રીતિ પવારે ફાઈનલમાં સ્કાર્લેટ ડેલગાડોને હાર આપી હતી. પ્રિયા ધાંધસે 60 કિલોમાં ફાઈનલમાં કેનેડાની મેરી બાથેલ અલ અહેમદીને પરાસ્ત કરી હતી. સાક્ષી ચૌધરીએ ફાઈનલમાં ઈંગ્લેન્ડની રૂબી વ્હાઈટને હાર આપી હતી. પ7 કિલોની ફાલનઈમાં જેસ્મિન લમ્બોરિયાએ ઉત્તર આયર્લેન્ડની માઈકેલા વોલ્શને પછાડી હતી. અરુંધતી ચૌધરીએ 70 કિલોના ફાઈનલ જંગમાં ઈંગ્લેન્ડની એન્ટેલ રીડ સામે મજબૂત જીત મેળવી હતી. અગાઉ સોમન રાણાએ પેરા શોટપુટમાં દમદાર પ્રદર્શન કરીને 13.40 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.  સાક્ષી ચૌધરીએ મહિલાઓની 51 કિ.ગ્રા. વર્ગની ફાઈનલમાં દબદબાભેર સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેણે સમગ્ર સ્પર્ધા દરમ્યાન ઈંગ્લેન્ડની હરીફ સામે વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને સર્વાનુમતે 5-0થી જીત મેળવી હતી. તેણે ડાબા હાથથી પ્રતિસ્તર્ધીના પંચ રોક્યા હતા અને જમણા હાથથી સટીક મુક્કા લગાવ્યા હતા. મહિલાઓની 60 કિ.ગ્રાની ફાઈનલમાં ભારતની પ્રિયા ધાંધસે ગોલ્ડ જીત્યો હતો. તેણે રોમાંચક મુકાબલામાં સ્પ્લિટ ડિસીઝન (4-1)થી જીત મેળવી હતી. પ્રિયાએ મુકાબલાની ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ તેની પ્રતિદ્વંદ્વી અલ અહેમદીએ પણ કેટલાક પંચ લગાવી વળતો જવાબ આપ્યો હતો. અરુંધતી ચૌધરીએ 60  કિ.ગ્રા.માં ગોલ્ડ પોતાનાં નામે ર્ક્યો હતો. તેણે 5-0થી જીત મેળવી હતી. અંતિમ રાઉન્ડની પહેલી 30 સેકંડમાં રેફરીએ બંને મુક્કેબાજને રમતની ગતિ વધારવા કહ્યું હતું. અરુંધતીની પ્રતિદ્વંદ્વી રીડે આક્રમક બનવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને અરુંધતીએ કોઈ તક આપી ન હતી. પ્રીતિ પવારે ફાઈનલમાં કેનેડાની ડેલગાડો સવાનાહને સરળતાથી હાર આપી હતી. તેણે પોતાની બાઉટના ત્રણે રાઉન્ડમાં દબદબો જાળવ્યો હતો. આ પહેલી વખત છે જ્યારે 22 વર્ષીય પ્રીતિએ નવી કોમનવેલ્થમાં કોઈ મેડલ જીત્યો છે. તેણે પહેલા રાઉન્ડથી જ સવાનાહને પંચ લગાવવાની કોઈ તક આપી ન હતી. તે દુનિયાની ત્રીજી ક્રમાંકિત બોક્સર છે અને સમગ્ર મેચ વિશ્વ ચેમ્પિયન જેવા જુસ્સાથી રમી હતી. પ્રીતિ બાદ જેસ્મિન લમ્બોરિયાએ પણ પોતાના પંચનો દમ દેખાડયો હતો. જેસ્મિને મહિલાઓની 57 કિ.ગ્રા. વર્ગની ફાઈનલમાં ઉત્તરી આયર્લેન્ડની માઈકેલા વોલ્શને 5-0થી હરાવી હતી. જેસ્મિને આ પહેલાં 2022 કોમનવેલ્થમાં ભારત માટે લાઈટવેટ શ્રેણીમાં કાંસ્ય પદક જીત્યો હતો. આ તેનો બીજો કોઉમનવેલ્થ ચંદ્રક બન્યો છે. 

Panchang

dd