• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ નાગ્રેચાના સ્વ. મહેન્દ્રસિંહ હાલુભા રાઠોડ (.. 40) તે સ્વ. હાલુભા તેજમાલજી રાઠોડના પુત્ર, પ્રવીણસિંહ, સંજયસિંહના ભાઇ, જાલુભા, વેસલજી, કુંભાજી, ખેંગારજીના ભત્રીજા, સ્વ. સુખદેવસિંહ વિજયસિંહ સરવૈયા (ખેડોઇ)ના જમાઇ, મિનાક્ષીબાના પતિ, મનસ્વીબાના પિતા, રાજવીરસિંહના કાકા, તીર્થરાજસિંહ અને દિવ્યરાજસિંહના મોટાબાપુ, કાનજી કારૂભા જાડેજા (કોટડા (.))ના ભાણેજ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-2-2024ના સોમવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી જૂની રાવલવાડી, સરકારી ક્વાર્ટર, વ્યાયામશાળા ગ્રાઉન્ડ પાસે. 

ભુજ : ગોસ્વામી શાંતાબેન (.. 105) તે સ્વ. માનગર ગોસ્વામીના પત્ની, સ્વ. ગોવિંદગર, સ્વ. નરોતમગર, ધીરુગર, પ્રકાશગર, સવિતાબેનના માતા, મંજુલાબેન ગોવિંદગર, સ્વ. બબીબેન નરોતમગર, ભારતીબેન ધીરુગર, હિનાબેન પ્રકાશગર, કરશનગર નરસંગગરના સાસુ તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. તા. 26-2-2024ના સોમવારે રાત્રે ભજન અને તા. 27-2-2024 મંગળવારે બારમું નિવાસસ્થાન ગણેશનગર ભુજ મધ્યે.

ભુજ : મૂળ ગામ મોટી ખોંભડીના જાડેજા ખુમાનસિંહ કેશુભા (.. 78) (નિવૃત્ત એએસઆઇ) તે સ્વ. ખેંગારજી તથા કરણસિંહ (નિવૃત્ત એસ.ટી.)ના મોટા ભાઇ, મહેન્દ્રસિંહ, જાલુભા, સ્વ. મહાવીરસિંહ, સ્વ. કિરીટસિંહ, સ્વ. રાજેન્દ્રસિંહ હમીરજી, સ્વ. રોહિતસિંહ, સ્વ. સંજયસિંહ તથા જગદીશસિંહ કનુભાના પિતરાઇ ભાઇ, રીટાબા પ્રવીણસિંહ રાણા, ગીતાબા રાજેન્દ્રસિંહ પરમાર (ભુજ), શીતલબા રાજેન્દ્રસિંહ રાણા (ભુજ), કિરણબા શક્તિસિંહ રાણાના પિતા, ભગીરથસિંહ, બલભદ્રસિંહ, દિલીપસિંહ, કુલદીપસિંહ, રણવીરસિંહ, ગજેન્દ્રસિંહ, ભૂપતસિંહ, છત્રપાલસિંહ, વીરેન્દ્રસિંહ, જયરાજસિંહ, ઋતુરાજસિંહ, ધ્રુવરાજસિંહના મોટા બાપુ, હર્ષરાજસિંહ, ખુશરાજસિંહ, યુવરાજસિંહ, યજ્ઞદીપસિંહના દાદા બાપુ તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે 4થી 5 કલાક મુંદરા રોડ શનિદેવ મંદિરથી આગળ નાયરા પેટ્રોલપંપની સામે રામેશ્વર મહાદેવ મંદિર મધ્યે તથા મહિલાઓ માટે નિવાસસ્થાન સાગર સિટી મકાન નં. 5 મધ્યે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે) ઉત્તરક્રિયા તા. 22-2-2024 ને ગુરુવારે. 

ભુજ : મૂળ શિવલખા (તા. ભચાઉ)ના જાડેજા બલવંતસિંહ (બળુભા) (.. 58) તે મહોબતસિંહ જાડેજાના પુત્ર, જાડેજા બ્રિજરાજસિંહના પિતા, જાડેજા હધુભા પતાજીના ભત્રીજા, જાડેજા જોરૂભા પચાણજી, જાડેજા જીતુભા મહોબતસિંહ, જાડેજા સરદારસિંહ લાલજી, જાડેજા નવલસિંહ મહોબતસિંહ (પૂર્વ પ્રમુખ - જિ.પં. કચ્છ), જાડેજા ઉદુભા જીલુભા (માજી સરપંચ શિવલખા ગ્રા.પં.), જાડેજા રાસુભા હેતુભા, જાડેજા સમુભા વેલુભા, જાડેજા મહેન્દ્રસિંહ મહોબતસિંહ, જાડેજા ઉમેદસિંહ જીલુભા, જાડેજા હનુભા હેતુભા, જાડેજા અજિતસિંહ હધુભા, જાડેજા વિક્રમસિંહ હધુભા, જાડેજા વિક્રમસિંહ રામજી, જાડેજા બાલુભા રામજીના ભાઇ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સાંજે 5થી 6 શક્તિધામ, ભુજ-મિરજાપર રોડ ખાતે. ઉત્તરક્રિયા તા. 22-2-2024ના ગુરુવારે નિવાસસ્થાન અરિહંતનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ જામનગરના જયાબેન (.. 70) તે અર્જુનભાઇ મેપાભાઇ ચૌહાણના પત્ની, સ્વ. સોનીબેન સામત વાઘેલાના પુત્રી, ચંદ્રિકાબેન, મનોજ, અરવિંદના માતા, જયરાજ, ધૈર્યદીપના દાદી, ધવલના નાની, ગિરધર, ભરત, રાજુભાઇ, રજુબેન, સુશીલાબેન, મંજુબેન, વિજયાબેનના બહેન, પ્રફુલ્લભાઇના સાસુ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-2-2024ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન સત્યમ સોસાયટી, ભુજ ખાતે.

નલિયા/ભુજ : .....સુ. ડાભી (દરજી) ચેતનાબેન (.. 55) તે ડાભી વસંતલાલ દામોદર દરજી (મૂળ ગામ નલિયા હાલે ભુજ)ના પત્ની,  દિગીશના માતા, ગં.સ્વ. મુલબાઇ દામોદર ડાભીના પુત્રવધુ, પ્રેમજીભાઈના નાના ભાઈના પત્ની, ઉમાબેન ભીખાલાલ (કોડકી), ધીરજ, સ્વ. ભરતભાઈના ભાભી, જેઠાબેન જમનાદાસ (ખારીરોહર)ના ભત્રીજાવહુ, લતાબેન (મુંબઈ), પ્રકાશભાઈ, મહેશભાઈના પિતરાઈ ભાભી, પુષ્પાબેન પ્રેમજીભાઈના દેરાણી, જયશ્રીબેન ધીરજભાઈ, ચંપાબેન પ્રકાશભાઈ, સંધ્યાબેન મહેશભાઈના જેઠાણી, નેહાબેન પ્રદીપભાઈ (ખેડ), સચિનભાઈ, સ્મિતાબેન કલ્પેશ (કોડાય), રિંકલબેન સુનીલભાઈ (જામનગર), જીનલબેન દીપભાઈ   (ભુજ ), શિવમ, હરનીસ, સાગર, કંગનાના મોટા મમ્મી, સ્વ. બાળાબેન બાબુલાલ પીઠડિયા (ભુજ)ના પુત્રી,  સ્વ. ગોપાલભાઈ, રોહિત (નાનકો), ગીતાબેન (મુંબઈ), હિનાબેન (ભુજ)ના બહેન તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તારીખ 19-2-2024ના સોમવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નલિયા ખાતે. 

અંજાર : પ્રજાપતિ કાશીબેન (.. 85) તે સ્વ. નાનજીભાઇ લખમણભાઇ વારૈયાના પત્ની, સ્વ. વિભાભાઇ (ભચાઉ)ના નાના ભાઇની પત્ની, સ્વ. ધરમશીભાઇ, સ્વ. જાનુબેન, સ્વ. લીરીબેન, સ્વ. રામુબેનના ભાભી, પરસોત્તમભાઇ, જગદીશભાઇ, દિનેશભાઇ, મોઘીબેન, મેનાબેન, નયનાબેનના માતા, પ્રાણલાલ, ઇશ્વરલાલ, મહેન્દ્રકુમાર, હરેશકુમાર (ભચાઉ)ના કાકી, મધુબેન, મંજુલાબેન, રીટાબેનના સાસુ, સંદીપભાઇના મોટીમા, બિપિન, વિજય, દીપક, નિમેષ, દેવેન્દ્ર, રંજન, પૂજાના દાદી, ધરમશીભાઇ સામજીભાઇ ચોનાણી, દિનેશકુમાર શંભુભાઇ નાથાણી, પ્રદીપકુમાર ધરમશીભાઇ નાથાણીના સાસુ, સુરેશભાઇ ભીખાભાઇ મારૂ (નવસારી), દિવ્યેશકુમાર મોહનલાલ ઝંઝવાડિયાના દાદીસાસુ, ખારોઇના સ્વ. ગંગાબેન, સ્વ. વજુભાઇ વસ્તાભાઇ ઝાવરિયાના પુત્રી તા. 17-2-2024ના અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સાંજે 4.30થી 5.30 શ્રી કચ્છ પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર?ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે. 

અંજાર : નર્મદાબેન રતિલાલ વાઘમશી (.. 66) તે સ્વ. રતિલાલ ગોવિંદ વાઘમશીના પત્ની, મોહનભાઇ, કંચનબેન, અનસૂયાબેનના માતા, પ્રેમજીભાઇ, સ્વ. હરિલાલભાઇ, શિવજીભાઇ, રમેશભાઇ, શાંતિબેન, વેલીબેન, મીનાબેનના ભાભી, મીતાબેનના સાસુ, પાર્થ, નેન્સીના દાદી, સ્વ. ડાઇબેન લાલજીભાઇ હડિયાના પુત્રી તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે સવારના 10થી 11 વાગ્યે રાધેકૃષ્ણ વાડી, રામનગર, અંજાર ખાતે. 

અંજાર : વિહાન શાહ (.. 12) તે સમીર  વૃજલાલ જગજીવન શાહના પુત્ર, વંશિકાના ભાઇ, સોનલબેન દીપક ખંડોર, રૂપાબેન રોહિત મહેતાના ભત્રીજા, સ્વ. જયંતીભાઇ, સ્વ. વાડીલાલભાઇ, પ્રવીણભાઇ, ચંદુભાઇ, ધીરુભાઇ, ભરતભાઇ, મુકેશભાઇના ભત્રીજાના પુત્ર, મહેતા હીરાલાલ રતિલાલના ભાણેજના પુત્ર તા. 15-2-2024ના ગુરુવારે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સંપર્ક : સમીર શાહ - મો.નં. 98793 87195.

અંજાર : કચ્છી ભાટિયા જયસિંહ નયગાંધી (.. 85) તે સ્વ. જયરામદાસ જેઠાભાઇ નયગાંધીના પુત્ર, સ્વ. વિજયસિંહ જયરામદાસ નયગાંધી તથા સ્વ. ચંદાબેન વિજયસિંહ આશરના નાના ભાઇ, સ્વ. પ્રેમજી જમનાદાસ (ભાભાશેઠ) ભીમાણી (માંડવી)ના જમાઇ, ધીરેન્દ્ર પ્રેમજી ભીમાણીના બનેવી, વિનય, હીનાના પિતા, પરાગ લક્ષ્મીકાંત ભટ્ટના સસરા, દિલીપ વિજયસિંહ નયગાંધીના કાકા, પ્રીત, હર્ષ, ડીનલના દાદા, જેમલના પરદાદા તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે સાંજે 4થી 5 અંજાર ભાટિયા મહાજનવાડી ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : શ્રીમાળી સોની સાંખે વાંઢિયા પાટડિયા શિવલાલ ગુણવંતલાલ (.. 67) તે .સ્વ. વનિતાબેનના પતિ, સ્વ. જયાબેનના પુત્ર, ગં.સ્વ. હંસાબેન, ગં.સ્વ. જોશનાબેન, સ્વ. ભગવતીબેન, શશિકાંતભાઇના ભાઇ, બાબુલાલ (રાજકોટ), વસંતલાલ (ઘરાણા), મહેન્દ્રભાઇ (રાજકોટ)ના બનેવી, દેવશીભાઇ, ગોપાલભાઇ, પોપટભાઇ, મણિલાલ, લક્ષ્મીબેનના ભત્રીજા, હિતેશભાઇ, સતીશભાઇના પિતા, અક્ષય, વિવેકના મોટાબાપા, કોરડિયા પ્રાગજીભાઇ નાનજીભાઇ (આધોઇ)ના જમાઇ,  જયાબેન, ભગવતીબેન, વિજયાબેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. હીરાબેન, ત્રિવેણીબેનના બનેવી, દલસુખભાઇ, હિંમતભાઇના સાળા, હર્ષ, હેત, માનવ, વૈષ્ણવી, ધનેશ્વરી, માધવના દાદા, સરોજબેનના જેઠ, અશ્વિનીબેન, માધુરીબેન, ઉર્વશીબેનના સસરા, પારેખ મગનલાલ, પરસોત્તમભાઇ (ટપુભાઇ), અમૃતલાલ, સ્વ. સામુબેન (જંગી), સાવિત્રીબેન, ગં.સ્વ. ગૌરીબેન, ગં.સ્વ. કમળાબેનના ભાણેજ તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે 4થી 5 અંજાર વાગડ સોની સમાજની સમાજવાડી, માનવ હોટેલની બાજુમાં.

અંજાર : શાંતિબેન નાનજીભાઇ બાંભણિયા (..67) તે સ્વ. નાનજીભાઇના પત્ની, ગં.સ્વ. શાંતિબેન નરશીભાઇના દેરાણી, સ્વ. ડાઇબેન શિવજીભાઇ ચોટારાના પુત્રી, શીતલબેન અશ્વિનભાઇ, અલ્પેશભાઇ તેમજ સ્વ. પલ્લવીબેન ભરતભાઇ માલસતરના માતા, વિજયાબેન ભરતભાઇ, ગીતાબેન ભાવેશભાઇ, કંચનબેન અર્જુનભાઇ મેસુરાણીના કાકી, મણિબેન શાંતિલાલભાઇ કાપડીના ભાભી તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 રઘુનાથ મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. 

માંડવી : ગોસ્વામી પૃથ્વીગિરિ (..73) તુલસાબેન શંકરગિરિ લાલગિરિ (સલાયાવાલા)ના પુત્ર, સ્વ. રમાબેનના પતિ, સ્વ. જેન્તીગિરિ (ઓશો લોજ), રાજેશગિરિ (ભૂ.પૂ. નગરપતિ માં..પાલિકા), વસંતગિરિ (ભૂ.પૂ. પ્રમુખ માંડવી .ગો. સમાજ), સ્વ. હેમલતાબેન ધનરાજગિરિ (આદિપુર), મધુબેન પરસોત્તમગિરિ (માંડવી), વિલાસબેન વસંતગિરિ (ભુજ), સરલાબેન છગનગિરિ (મુંદરા)ના ભાઇ, બિપિનગિરિ, મનોજગિરિ તથા સંજયગિરિના પિતા, નીતાબેન, કવિતાબેન, પૂજાબેનના સસરા, સવિતાબેન જેન્તીગિરિના દિયર, તારાબેન રાજેશગિરિ, નિર્મલાબેન વસંતગિરિના જેઠ, સ્વ. હિતેશગિરિ, અનિલગિરિ, નીલેશગિરિ તથા નીતાબેન સુરેશગિરિ (ગાંધીધામ)ના કાકા, દર્શનગિરિ, વિક્રમગિરિ, ભકિતબેન, ચાંદનીબેનના મોટાબાપા, વિનીતગિરિ, બંસરીબેન વર્ષિપગિરિ, ઓમગિરિ, રુદ્રગિરિ, ધર્મગિરિ, આયુષગિરિ, દિવ્યાબેન, ખુશીબેન, સંધ્યાબેન, શ્રદ્ધાબેનના દાદા, ગોસ્વામી નથુગિરિ વલમગિરિ (જામનગર)ના જમાઇ, મોરારગિરિ નથુગિરિ (જામનગર), વસંતાબેન વીરપુરી (મલાડ)ના બનેવી તા. 17-2-2024ના અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી ખાતે. 

માંડવી :  સંજીવ ભોગીલાલ પુરોહિત (.. 47) (માંડવી મર્કન્ટાઈલ કો. . બેન્ક) તે રસીલાબેનના પુત્ર, રીનાબેન પુરોહિતના પતિ, હંસાબેન વિઠ્ઠલદાસ કેવડિયા (ભુજ)ના જમાઈ, સારીકા પ્રકાશ પનિયાના ભાઈ, હેની, ક્રિશિવના પિતા, નીલેશ, ભૂમિ જુગલ વ્યાસ, અંજલિ સત્ય, હીનાના બનેવી, ઓમ, સાગરના મામા તા. 17/02/2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા શિવનગર મસ્કા તેમના નિવાસસ્થાનેથી તા. 18/02/2024, સવારે 9.00 વાગ્યે નીકળશે.

મુંદરા : ખોજા અલ્તાફહુસેન અશરફઅલી દામાણી (.. 63) (નિવૃત્ત પાણી પુરવઠા ભુજ) તે ઈશાન દામાણી  જિંદાલ અને રાહિલ દામાણી (મહાવીર સ્ટેશનરી)વાળાના પિતા, અસ્ફાક (ભુજ)ના ભાઈ, ડો. અકબરઅલી ગંગવાણી (ભારાપર)ના જમાઈ, સલીમ  ગંગવાણી, લિયાકત ગંગવાણી, મહેબૂબ અને અનવર ગંગવાણી (પાણી પુરવઠા)ના બનેવી, બસિરભાઈ (એસ.ટી.)ના સાઢુભાઈ અને અમીન ગંગવાણી (એસ.ટી.)ના વેવાઈ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. ઝિયારત ખોજા મસ્જિદ મુંદરા મધ્યે તા.19-2-2024ના 11 વાગ્યે. 

માધાપર : મૂળ ગામ કોડકીના દિનેશ ગોપાલ ભીમજી કેરાઇ તે નાનબાઇ ગોપાલના પુત્ર, સવિતાબેનના પતિ, વિપુલ, દિનેશ, હંસા રાજેશ ભુડિયા, જયા નીલેશ માકાણીના પિતા, વાલજીભાઇ, હરજીભાઇ, કરસનભાઇના ભત્રીજા, કાનજી કરસન હીરાણી (કોડકી)ના જમાઇ તા. 17-2-2024ના અવસાન પામ્યા?છે. બેસણું તા. 19-2-2024ના સોમવારે લાયન્સ નગર પરફેક્ટ ગ્લેજની પાછળ, રસવાટીકા હોટેલની બાજુમાં, નવાવાસ માધાપર ખાતે. 

સુખપર (તા. ભુજ) : રવજી કુંવરજી ગોરસિયા (.. 63) તે સ્વ. રતનબેન ગોરસિયાના પુત્ર, હીરબાઇના પતિ, વિનોદ, કાંતિ, વિરમ, વનિતાના પિતા, સંકેત, અંકિત, મીત, વંશ, ક્રિષાના દાદા તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-2-2024ના સોમવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને મોરા ઉપર, સુખપર ખાતે.

કોજાચોરા (તા. માંડવી) : ભાવનાબેન (.. 28) તે અરવિંદના પત્ની, ભર્યા મેઘરાજ નાથાભાઇના પુત્રવધૂ, કેશરભાઇ, દેવજીભાઇ જખુ, મંગલભાઇ લાખા, ભીમજી રામજી, સ્વ. વાલજીભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. શિવજીભાઇ, કલ્યાણભાઇના કાકાઇ પુત્રવધૂ, સ્વ. ભાણજીભાઇ પબાભાઇ ચંદોગ્રાના પુત્રી, ગીતા, ગોવિંદ, રાજેશ, ભવનજી રામજી, કાનજી, શિવજી, રમેશના ભાઇના પત્ની, અર્જુન, કારૂના માતા, યુવરાજ, જયેશ, રાજદીપ, મિનાક્ષીના કાકી, વનિતા, ઉર્મિલાના દેરાણી તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-2-2024 સુધી નિવાસસ્થાન વસાયવાડી, કોજાચોરા ખાતે.

ભીમપુરા (તા. નખત્રાણા) : મૂળ વ્યારના રબારી અર્જુનભાઇ સોમાભાઇ (.. 23) તે સોમાભાઇ ગાભાભાઇના પુત્ર, આશાભાઇ ગાભાભાઇ, કલાભાઇ સુરાભાઇના ભત્રીજા, કાનાભાઇ, હીરાભાઇ, સોનુ, પાયલબેનના ભાઇ તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ભીમપુરા, સંતકૃપા હોટેલ, હાઇવેની બાજુમાં.

કોટડા (.) (તા. નખત્રાણા) : જમનાબેન વેલાણી (..80) તે સ્વ. નારાણ લખમશીના પત્ની, સવિતાબેન (રાયપુર), મોહનભાઇ, વિનોદભાઇના માતા, નીતિન, દિલીપ, જાગૃતિ, દક્ષ, ભાવિકાના દાદી તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી મોહનભાઇ નારાણભાઇના  નિવાસસ્થાને સવારે 9થી 10.30, બપોરે 3.30થી 5 વાગ્યા સુધી, દશાવો તા. 26-2-2024ના અને બારસવિધિ તા. 28-2-2024ના. 

નવી દુધઇ (તા. ભચાઉ) : મૂળ આંબરડીના પારેખ છોટાલાલ હરખચંદ (માજી ગ્રામસેવક) (..77) તે ગં.સ્વ. ભાગ્યવંતીબેનના પતિ, રશ્મિકાંતના પિતા, મંજુલાબેનના સસરા, ભવ્યના દાદા, ઇન્દુબેન સંઘવીના ભાઇ, મહેતા સોમચંદ માણેકચંદ (વાંઢિયા)ના જમાઇ તા. 17-2-2024ના અવસાન પામ્યા છે. ભાવયાત્રા તા. 19-2-2024ના સવારે  10.30થી 12 જૈન ઉપાશ્રય, દુધઇ ખાતે, લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ : મૂળ ગામ બુરી (માણાવદર)ના આરતીબેન ભાવેશભાઇ ભાડેશિયા (.. 42) તે રસીલાબેન કાંતિભાઇ ગોકળભાઇ ભાડેશિયાના પુત્રવધૂ, ભાવેશભાઇના પત્ની, જિતેન્દ્ર ભાડેશિયા, કુસુમબેન જસ્મીનકુમાર સંચાણિયાના નાના ભાઇના પત્ની, સાહીલ, આર્યનના માતા, તરવડા (અમરેલી) નિવાસી કરશનભાઇ મોહનભાઇ સંચાણિયાના પુત્રી, પરિમલભાઇ, તુષારભાઇના બહેન સ્વ. 16-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.  19-2-2024ના સોમવારે સવારે 9.30થી 11 દેવકૃપા હરિદ્વાર સોસાયટી, શેરી નં. 6, ગોકુલધામ પાસે, ગોંડલ રોડ, રાજકોટ (પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

મુંબઇ : મૂળ કલ્યાણપરના હાલે અમેરિકા દિલીપભાઇ (.. 72) તે લહેરબેન ધારશી સોમૈયાના પુત્ર, જ્યોતિબેનના પતિ,  સની અને માનસીના પિતા, સોનિયા અને મેઘલના સસરા, સ્વ. તારાબેન તુલસીદાસ અનમના જમાઇ, સ્વ. શંકરભાઇ, સ્વ. દયાળભાઇ, સ્વ. રવિભાઇ, સ્વ. હરીશભાઇ, સ્વ. મધુભાઇ, રાજનભાઇ, સ્વ. લીલાવંતીબેન, સ્વ.  લતાબેન, નલિનીબેન, ભાવનાબેનના ભાઇ, આર્યા, એલાનના દાદા, ઇશાનના નાના, દીપકભાઇ, મીનાબેન, સ્વ. વનિતાબેન, રોહિણીબેન, નલિનીબેનના બનેવી તા. 14-2-2024ના અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang