• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ગાંધીધામની શનિવારી બજાર એટલે નાના વર્ગનો મોલ

ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 5 : પ્રકાશનું પર્વ  દિવાળી આવે એટલે નવા કપડાં, ગૃહસજાવટની વસ્તુઓ સહિતની ખરીદી માટે બજારમાં ભીડ જામે છે. આજે મોલની સંસ્કૃતિ ગાંધીધામમાં  વ્યાપક સ્તરે વિક્સી  છે અને બજારમાં કપડાં  ભારે મોંઘા હોય છે. સમૃદ્ધ લોકો તો બ્રાન્ડેડ કપડાં, વસ્તુઓ ખરીદે લે છે, મધ્યમ વર્ગીય લોન લઈને પણ  દિવાળીની ખરીદી કરે છે, પંરતુ રોજનું કમાઈ રોજનું ખાનારા અને ઓછી આવક ધરાવતા  શ્રમિક પરિવારોને  મોલ કે  મોંઘીદાટ દુકાનો પરવડે તેમ નથી, પંરતુ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં શ્રમિક અને ગરીબ લોકો માટે દર શનિવારે ભરાતી બજાર મોલ  વ્યાપક વિસ્તારમાં આવેલી છે. દિવાળીનો તહેવાર નજીક છે અને બજારો ખાલીખમ પડી છે,  પરંતુ નાનો વર્ગે આ બજારમાં દિવાળીની ખરીદી કરવા માટે ઊમટી પડયો હતો અને ચહેરા ઉપર તહેવારની રોનક જણાતી હતી. આજે કાળજાળ મોંઘવારીના સમયમાં આ બજાર મધ્યમ વર્ગીય લોકો માટે આશારૂપ છે. શનિબજારના ઈતિહાસ ઉપર એક નજરે કરીએ, તો આજથી બે દાયકા પૂર્વેથી શહેરના સેક્ટર  પાંચ વિસ્તારમાં આ બજારની  શરૂઆત થઈ હતી અને અનેક નાના અને મધ્યમ વર્ગના લોકો   ખરીદી કરતા હતા. ભૂકંપ  બાદ શરૂ થયેલી આ બજારનો  છેલ્લા પાંચેક વર્ષથી વ્યાપ વધ્યો છે.  દિવાળીના તહેવારના આડે  થોડા જ દિવસો બાકી છે, ત્યારે  આજે   ખરીદી માટે લોકોની સવારથી જ ભીડ જામી હતી.  જો કે, દર શનિવારે લોકો ખરીદી માટે ઊમટતા જ  હોય છે. આ બજારમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં  સ્ત્રી, પુરુષ બંનેનાં કપડાં વધુ પ્રમાણમાં હોય છે તેની સાથે ટ્રાવેલિંગ બેગ, ઈમિટેશન જ્વેલરી,લેડીઝ પર્સ,પગલુંછણિયા, ઘરવપરાશની સહિતની વસ્તુઓ  ઓછી કિંમતે જ ઉપલબ્ધ છે. શનિ બજારમાં ઓછામાં ઓછી કિંમતમાં 10 રૂપિયાથી લઈને વધુમાં વધુ  450 સુધીમાં વસ્તુઓ મળે છે. સામાન્ય  રીતે દુકાનોમાં  ભાવ ઘટાડવા માટેની રકજક ગ્રાહકો, વેપારીઓ વચ્ચે ચાલતી હોય  છે, પરંતુ અહીં  ગ્રાહકો  સીધી વસ્તુઓની ખરીદી કરતા જ  જણાયા હતા. નજીવી કિંમતે વસ્તુઓની ખરીદી કર્યા બાદ બાળકોના ચહેરા ઉપર આંનદની લાગણી જોવા મળતી હતી. ખાસ બાબત એ છે કે, આ  બજાર કોઈના સંચાલન હેઠળ નથી, પરંતુ  દરેક વેપારીઓ પોતાની રીતે સ્વયંભૂ આવીને વ્યવસાય કરે છે. હાલ ઓસ્લો ટોકિઝથી  ઝોન તરફ જતા રસ્તા ઉપર ભરાતી આ બજારમાં જવા માટે વાહનો રાખવાની જગ્યા પણ મળતી ન હતી. કચ્છની સૌથી મોટી એવી આ બજારમાં ગાંધીધામ અને ભુજના વેપારીઓ તો ખરા જ, પંરતુ જામનગર, રાજકોટ, મોરબી,પોરબંદરના વેપારીઓ પણ વેચાણ કરવા માટે આવે છે. પર્સના વેપારીએ કહ્યું હતું કે, જામનગરમાં 20 પર્સ જાય, તો અહીં 50 વેંચાય, પૈસાનું રોટેશન અહીં ફરતું જણાય  છે. એક ગ્રાહકે તેઓ અહીં દોઢ દાયકાથી ખરીદી કરતા હોવાનું અને દુકાનથી સારી વસ્તુ મળતી હોવાનું કહ્યું હતું. બીજી એક નોંધપાત્ર વસ્તુ એ હતી કે, સૌ પોતાની રીતે વ્યવસાય કરી પોતાની લિટી મોટી કરે છે. વિવિધ વસ્તુઓની સાથે ખાણીપીણી, શાકભાજીના ધંધાર્થીઓની પણ નોંધપાત્ર હાજરી હોય છે. દિવાળીનો તહેવાર નજીક હોવાથી અનેક લોકો પરિવાર સાથે ખરીદી માટે  આવેલા નજરે પડયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd