• બુધવાર, 22 મે, 2024

કેજરીવાલને અદાલતની રાહત નહીં, કેસ મજબૂત

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) સત્તાધારી ભારતીય જનતા  પાર્ટીના ઇશારે વિપક્ષી નેતાઓની સામે કાર્યવાહી કરતું હોવાની કાગારોળ કરી રહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી વડી અદાલતે યોગ્ય ઠેરવતાં તેમના આરોપોની હવા નીકળી ગઇ હોવાનો તાલ સર્જાયો છે. અદાલતના સ્પષ્ટ આદેશ બાદ હવે દારૂની એક્સાઇઝ નીતિમાં ભ્રષ્ટાચારનો ગંભીર કેસ હવે વધુ ગંભીર બની ગયો છે. આમ આદમી પાર્ટીના નેતા સંજયાસિંહને એક્સાઇઝ કેસમાં જામીન મળ્યા તે પછી એમ મનાતું હતું કે, કેજરીવાલને પણ હવે જામીન મળી જશે. જો કે, પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવીને મુખ્યમંત્રીની રીતે ધરપકડ થઇ શકે નહીં એવી દલીલ કરનારા આપના સંયોજકની અરજીને વડી અદાલતે ફગાવી દીધી છે. મંગળવારે દિલ્હી વડી અદાલતે સ્પષ્ટ રીતે કહ્યંy હતું કે, ઇડીએ કરેલી ધરપકડ ખોટી નથી. સાથોસાથ ગોવા વિધાનસભાની ચૂંટણી માટે મોકલાયેલાં નાણાંનો કેજરીવાલ સાથે સીધો સંબંધ હોય તો પણ પક્ષના સંયોજક તરીકે તેમની જવાબદારી તો થાય છે. કેજરીવાલે તેમની ધરપકડ અને ઇડીને અપાયેલી કસ્ટડીને અદાલતમાં પડકાર્યાં હતાં, પણ વડી અદાલતે આરંભથી સ્પષ્ટ કરી દીધું હતું કે, અરજી જામીન માટે નહીં, પણ ધરપકડની વિરુદ્ધ કરાઇ હોવાને લીધે તે બાબતે સુનાવણી હાથ ધરાશે. અદાલતે કેજરીવાલ દ્વારા ઉઠાવાયેલી તમામ દલીલોને મુદ્દાસર રીતે ફગાવીને ધરપકડને યોગ્ય ગણાવી છે. સરવાળે કેજરીવાલને હજી જેલમાં રહેવું પડશે, જે આપને માટે મોટો આંચકો છે. કહેવાય છે કે, હવે આપ મામલે સર્વોચ્ચ અદાલત સમક્ષ અપીલ કરી શકે છે, પણ સવાલ છે કે, વડી અદાલતનાં વલણને ધ્યાને લઇને સર્વોચ્ચ અદાલત અપીલને કેટલી વ્યાજબી માને છે. આમ, આવનારા સમયમાં આખા વિવાદમાં અદાલતી જંગ ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડી અદાલત સમક્ષ એવી દલીલ કરાઇ હતી કે, કેજરીવાલ મુખ્યમંત્રી હોવાને લીધે તેમની રીતે ધરપકડ થઇ શકે નહીં વળી, કહેવાતા ગોટાળામાં નાણાંની લેવડદેવડના તાર કોઇ રીતે તેમની સાથે જોડાયેલા હોવાથી ઇડીએ કરેલી ધરપકડ ખોટી છે. બન્ને દલીલોને વડી અદાલતે નકારી કાઢી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, પક્ષના વડા હોવાને નાતે તેમની જવાબદારી બને છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, મામલો દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્ર સરકારનો નહીં, પણ કેજરીવાલ વિરુદ્ધ ઇડીનો છે. વલણ ભવિષ્યમાં કેજરીવાલની મુશ્કેલી વધારી શકે તેમ છે. આપ એમ સાબિત કરવા માગે છે કે, તેના નેતાની ધરપકડ ખોટી છે. જો વડી અદાલતે દલીલને ગ્રાહ્ય રાખી હોત તો દારૂ ગોટાળાનો ચર્ચાસ્પદ કેસ નબળો પડી ગયો હોત. અન્ય આરોપીઓની ધરપકડ પણ ગેરકાયદે સાબિત થઇ જાત. હવે સર્વોચ્ચ અદાલતમાં કેજરીવાલ તેમની જામીન માટે અરજી કરે તો શક્ય છે તેમને ત્યાંથી રાહત મળી પણ જાય.આવનારા સમયમાં તેઓ કયો માર્ગ લે છે તે જોવાનું રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang