• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

સીએસકેના મહારાજા માહિનું IPLને અલવિદા

નવી દિલ્હી, તા. 17 : આઇપીએલમાં એક યુગનો અંત આવ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનારા મહાન કપ્તાન અને દિગ્ગજ વિકેટકીપર-બેટર 4પ વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીએ આખરે આઇપીએલને ખેલાડીના રૂપમાં અલવિદા કર્યું છે. ધોની હવે સીએસકે ટીમમાં નવી ભૂમિકા નિભાવશે. ફ્રેંચાઇઝીએ ધોનીને મેન્ટોર તરીકે નિયુક્ત કર્યો છે. આઇપીએલમાં ધોનીની વિદાયથી તેના લાખો ચાહકો ભાવુક બન્યા છે. ધોની હવે મેદાન પર કયારેય ખેલાડીનાં રૂપમાં જોવા મળશે નહીં. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલાંથી જ નિવૃત્ત છે, હવે તેણે આઇપીએલ છોડી ખેલાડી તરીકેની તેની સફર સમાપ્ત કરી છે.  આઇપીએલમાં ધોની છેલ્લે 202પની સિઝનમાં મેદાનમાં ઉતર્યો હતો. ગત સિઝનમાં તે ઘૂંટણની ઇજાને લીધે સીએસકે તરફથી એક પણ મેચ રમી શકયો ન હતો. આથી તે 2027ની સિઝનમાં નિવૃત્તિ જાહેર કરશે તેવી અટકળ ચાલી રહી હતી, જે સાચી સાબિત થઇ છે. ધોનીને સીએસકેના મેન્ટોર જાહેર કરતા અગાઉ ફ્રેંચાઇઝી ભારતના પૂર્વ ઝડપી બોલર ઝહિર ખાનને હેડ કોચ જાહેર કરી ચૂકી છે. ધોનીની આગેવાનીમાં સીએસકે ટીમ 2010, 2011, 2018, 2021 અને 2023માં આઇપીએલ ચેમ્પિયન બની હતી. ધોનીના આઇપીએલ કેરિયરની વાત કરીએ, તો તેણે 278 મેચની 242 ઇનિંગમાં પ439 રન 38.3ની સરેરાશથી કર્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 137.46 રહી હતી. ધોનીનાં નામે આઇપીએલમાં 24 અર્ધસદી છે. વિકેટની પાછળ પણ ધોનીએ કમાલનું પ્રદર્શન કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd