• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

દિલ્હીએ સ્ટાર્કનો, મુંબઈએ બોલ્ટનો અને કોલકતાએ પથિરાનાનો સાથ છોડયો

નવી દિલ્હી, તા.17 : આઇપીએલ 2027 સીઝન અગાઉ તમામ 10 ફ્રેંચાઇઝીએ તેમના રીટેન અને રિલીઝ ખેલાડીનોની ફાઇનલ યાદી જાહેર કરી દીધી છે. આ પહેલા ફ્રેંચાઇઝીઓ વચ્ચે ઘણી અદલા-બદલી થઈ હતી. હવે 16 ડિસેમ્બરે ગોવા ખાતે આઇપીએલ ઓકશન યોજાશે. કેકેઆર ટીમે મોટો નિર્ણય લઇને શ્રીલંકાના યોર્કર સ્પેશિયાલીસ્ટ બોલર મહીશ પથિરાનાને રિલીઝ કરી દીધો છે. તેને ઓકશનમાં 18 કરોડમાં ખરીદ્યો હતો. સીએસકે ટીમમાંથી ધોની નિવૃત્ત થયો છે જ્યારે પ્રશાંત વીર જેવા યુવા બેટરને રિલીઝ કરી દીધો છે. તેને 14 કરોડથી વધુની રકમથી ખરીદ કર્યો હતો. તો દિલ્હી કેપિટલ્સે કાંગારુ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને છૂટો કરી ચોંકાવ્યા છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે કિવિઝ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ ઉપરાંત દીપક ચહરને છૂટો કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સે શિરમોન હેટમાયરને રિલીઝ કરી દીધો છે. આરસીબીએ ઇંગ્લેન્ડના યુવા બેટર જેકબ બેથલને રિલીઝ કર્યો છે. હર્ષલ પટેલ હૈદરાબાદનો સાથ છોડીને ગુજરાત ટાઇટન્સ ટીમમાં સામેલ થયો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd