નવી દિલ્હી, તા. 17 : આઈપીએલ-2027 સીઝન
અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમને મોટો ફટકો પડયો છે. ટીમનો વિસ્ફોટક ઓસ્ટ્રેલિયન ઓપનિંગ
બેટર ટ્રેવિસ હેડ આગામી સીઝનમાંથી હટી ગયો છે. વર્કલોડ મેનેજમેન્ટ અને ઈન્ટરનેશનલ વ્યસ્ત
કાર્યક્રમનો હવાલો આપીને તેણે આઈપીએલ-2027 સીઝનમાંથી પોતાનું નામ પાછું
ખેંચી લીધું છે. આઈપીએલની 2025ના
મેગા ઓક્શન પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડને 14 કરોડ
રૂપિયામાં રીટેન કર્યો હતો. હેડ અને અભિષેક શર્માની જોડીએ વિસ્ફોટક બેટિંગ કરીને પાછલી
ત્રણ સીઝનથી રનનો ધોધ વહાવ્યો હતો. હવે આ જોડી તૂટી છે. હેડે આઈપીએલની 2024 સીઝનમાં
567, 2025માં
374 અને
2026 સીઝનમાં
410 રન
બનાવ્યા હતા.