• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે શ્રીલંકાનો 98 રનમાં ધબડકો

રાવલપિંડી તા.17: બીજી ટેસ્ટમાં પાકિસ્તાનની ઝડપી બોલિંગ સામે પ્રવાસી ટીમ શ્રીલંકા ફકત 98 રનમાં ડૂલ થઇ હતી. શ્રીલંકા ટીમ માત્ર 3પ.3 ઓવરમાં તંબુ ભેગી થઇ ગઇ હતી. આ પછી પહેલા દિવસની રમતના અંતે પાકિસ્તાનના 3 વિકેટે 121 રન થયા હતા. આથી તે 23 રન આગળ થયું છે. પાકિસ્તાન તરફથી ઝડપી બોલર ત્રિપુટી મોહમ્મદ અબ્બાસ, રઝાઉલ્લાહ અને આમેર જમાલે 3-3 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ 32 રન કપ્તાન કુસલ મેન્ડિસે કર્યાં હતા. એક તબકકે શ્રીલંકાએ 36 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. સોનલ દિનુશાએ 21 રન બનાવ્યા હતા. બાકીના 9 લંકન બેટર ડબલ ફિગર સુધી પહોંચી શકયા ન હતા. મિ. એકસ્ટ્રાનું યોગદાન 19 રનનું હતું. પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી અને પહેલી વિકેટમાં 80 રનની ભાગીદારી થઇ હતી. અજાન અવૈસ 47 અને તૈયબ આરિફ 46 રને આઉટ થયા હતા. મુહમ્મદ તાહા 8 રને આઉટ થયો હતો. કપ્તાન બાબર આઝમ 8 અને સાકિબ ખાન 2 રને નોટઆઉટ રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd