નવી દિલ્હી, તા. 29 : ક્રિકેટ જગતમાં
ફરી એક વખત મોટો ઊલટફેર જોવા મળ્યો છે. આઈસીસી રેંકિંગમાં 14મા નંબરની ટીમ નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને
18 રને હરાવ્યું છે. 28 ઓગસ્ટથી શરૂ થયેલી ટ્રાઈ સીરિઝની
પહેલી જ મેચમાં ક્રિકેટ ચાહકોને મોટો અપસેટ જોવા મળ્યો છે. યજમાન નામીબિયાએ 20 ઓવરમાં નવ વિકેટે 169 રનનો સ્કોર કર્યો હતો. જેના
જવાબમાં દક્ષિણ આફ્રિકી ધુરંધરો માત્ર 145 રન જ કરી શક્યા હતા. મેચની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાએ
ટોસ જીતીને ઓપનર જાન ફ્રાઈલિંક (60) અને લોરેન
સ્ટીનકેમ્પે (41) તાબડતોડ શરૂઆત કરી હતી અને
પહેલી વિકેટ માટે 84 રન જોડયા
હતા. જોતજોતામાં નામીબિયાની ટીમ 20 ઓવરમાં નવ
વિકેટે 163 રન સુધી પહોંચી હતી. સુબ્રાયેને
32 રનમાં ત્રણ વિ. ઝડપી હતી. 164 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી
દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી અને નામીબિયાના બોલરોએ ટોપના બેટર્સને
ધ્રુજાવી દીધા હતા. ડેવાલ્ડ બ્રેવિસે એક છેડો સાચવી રાખ્યો હતો અને 50 બોલમાં 75 રન કર્યા હતા. જો કે, 18મી ઓવરમાં
બ્રેવિસ આઉટ થતાંની સાથે જ આફ્રિકા મેચ પણ હાર્યું હતું. પ્રિટોરીયસે 9, જોર્ડન હેર્માન્ને 7, ડિ જોર્ગીએ 9 રન કર્યા હતા.
દિગ્ગજ દ. આફ્રિકા સામે બંને મેચમાં નામીબિયાની જીત !
સૌથી ચોંકાવનારી વાત એ છે કે,
ટી-20 ઈન્ટરનેશનલના
ઈતિહાસમાં નામીબિયાએ દક્ષિણ આફ્રિકા સામે અત્યાર સુધીમાં માત્ર બે જ મેચ રમી છે અને
બંનેમાં જીત મળી છે. આ સાથે જ નામીબિયાએ 100 ટકા વિનિંગ રેકોર્ડ જાળવી રાખ્યો છે. શાનદાર જીત સાથે નામીબિયાએ
ઈતિહાસ પણ રચ્યો છે. નામીબિયા હવે દુનિયાની એવી પહેલી એસોસીએટ ટીમ બની છે, જેણે દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને બે વખત
ટી-20માં હરાવી છે. એક વર્ષ પહેલાં 2025ની ટ્રાઈ શ્રેણીમાં નામીબિયાએ
આફ્રિકાને ચાર રને હરાવ્યું હતું.