ભુજ, તા. 29 : તાલુકાના સુખપર ગામના 18 વર્ષીય યુવક વીજુ હીરજી કોલીએ
ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ગઈકાલે માનકૂવા પોલીસ મથકે
સુખપરના હીરજી જુમા કોલીએ જાહેર કરેલી વિગતો મુજબ ગત તા.11/8ના રાતે સુખપર વાડીવિસ્તારમાં
વીજુએ કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પરંતુ સારવાર કારગત ન નીવડતાં તા.27/8ના રાતે ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.