• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

જિલ્લા, ઝોનલ અને રિજિયોનલ સ્કૂલ ગેમ તથા ટેનિસ ટૂર્નામેન્ટમાં ભુજ જીમખાનાના ખેલાડીઓ જીત્યા

ભુજ, તા. 29 : જિલ્લાકક્ષાની સ્કૂલ ગેમ્સની લોન ટેનિસ ટૂર્નામેન્ટ માંડવી ખાતે યોજાઇ હતી અને સીઆઇએસઇ એનડબલ્યુઆર ઝોનલ એન્ડ રિજિયોનલ ટેનિસ ટૂર્નામેન્ટ ભુજની સૂર્યા વરસાણી સ્કૂલમાં યોજાઇ હતી, જેમાં ભુજ જીમખાના ક્લબમાં લોન ટેનિસનું કોચિંગ લેતા જુદી-જુદી વયજૂથના સ્કૂલના ખેલાડીઓ ઝળક્યા હતા. અન્ડર 14માં દીપ પંચોલીકુમેણ લાહેજી, અયાન ઠક્કર તથા માનસ કોટકે, જ્યારે ડબલ્સમાં દિવા ઠક્કર અને ફેવીન મોરબિયા જીત્યા હતા. અન્ડર-17માં અયાન મેમણ, હેત વોરા તથા રોનીત ઠક્કર, તો ડબલ્સમાં જિયા ખત્રી અને ગર્લ્સમાં સીતા રબારી જીત્યા હતા. અન્ડર-19માં દિવ્યામ કોટક, સૌર્ય ઠક્કર, માધવ ઠક્કર અને આદિ વોરા જીત્યા અને ગર્લ્સમાં ધ્યાની મકવાણા જીતી હતી. આ ખેલાડીઓ હવે રાજ્યકક્ષાએ રમશે. તેઓ ભુજ જીમખાનામાં કોચ ઝુબીન ઠક્કર તથા અખ્તર લાહેજી પાસે કોચિંગ લઇ રહ્યા છે. ભુજ જીમખાના પ્રમુખ નવલસિંહ જાડેજા, સેક્રેટરી મહિપતસિંહ રાઠોડ, ઇન્ડોર સેક્રેટરી રાજુ ભાવસાર, ટેનિસ સેક્રેટરી કિશન વરૂએ  બિરદાવ્યા હતા તથા ટેનિસ ખેલાડીઓ, મિત્રો વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

Panchang

dd