• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ઈમરાન માટે 21 પૂર્વ કપ્તાનનો શાહબાઝ સરકારને પત્ર : ગાવસ્કર - કપિલના પણ હસ્તાક્ષર

નવી દિલ્હી, તા. 23 : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કપ્તાન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને યોગ્ય સારવાર મળે તે માટે દુનિયાભરના ક્રિકેટર આગળ આવ્યા છે. સુનીલ ગાવસ્કર, કપિલ દેવ સહિત 21 પૂર્વ કપ્તાને પાકિસ્તાની શાહબાઝ શરીફ સરકારને પત્ર લખી વિશ્વકપ વિજેતા કપ્તાનને યોગ્ય તબીબી સારવાર આપવાની માગણી કરી હતી. આજે લખવામાં આવેલા પત્રમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે, ઈમરાન ખાનની સાથે માનવીય વ્યવહાર કરાય તેમજ પાક. સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તેમની મેડિકલ તપાસ કરાવવામાં આવે. પત્રમાં ભારતના ગાવસ્કર, કપિલ અને દિલીપ વેંગસરકર સહિત ત્રણ, ઓસ્ટ્રેલિયાના આઠ, ઈંગ્લેન્ડના છ, વેસ્ટઈન્ડિઝ-શ્રીલંકાના એક-એક અને ન્યૂઝીલેન્ડના બે પૂર્વ કપ્તાનના હસ્તાક્ષર છે.

Panchang

dd