• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

શિક્ષક દિવસે છાત્રો દિલ્હીમાં દેખાવો કરશે

નવી દિલ્હી, તા. 24 : કેન્દ્ર સરકાર પ્રદર્શનકારી છાત્રો પર એફઆઈઆર રદ કરવા સહિત વચનો પૂરાં કરે તેવી માંગ સાથે પાંચમી સપ્ટેમ્બરના શિક્ષક દિવસના દિવસે શાંતિ પૂર્ણ પ્રદર્શન રેલી યોજાશે, તેવું એલાન કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ સોમવારે કર્યું હતું. આ વિરોધ રેલી રાજધાનીમાં ઈન્ડિયા ગેટથી શરૂ થશે અને દિલ્હી પોલિસના મુખ્ય મથક સુધી પહોંચશે તેવું સીજેપીના કાર્યકારી સમિતિની આજે મળેલી બેઠકમાં નક્કી કરાયું હતું. આ રેલીમાં નીટ પેપર લીક બાદ આત્મહત્યા કરી લેનારા દેશના વિવિધ ભાગોના છાત્રોનાં માતા-પિતા પરિવારજનો પણ સામેલ થશે. સીજેપી નેતા સૌરવદાસ અને રત્નાસિંહે જણાવ્યું હતું કે, જંતરમંતર પર આંદોલન ખતમ થયા બાદ સરકારે આપેલાં વચનો પાળવા જોઈએ. તમામ એફઆઈઆર રદ કરવી જોઈએ. સીજેપી સ્થાપક અભિજિત દીપકેએ બધાં રાજ્યોના શિક્ષણ મંત્રીઓને પત્ર લખીને કહ્યું હતું કે, સરકારી શાળાઓમાં સુધારા માટે કેવાં પગલાં લેવાયાં છે, તેની જાણકારી આપો. સૌરવદાસે કહ્યું હતું કે, સરકારમાં બેઠેલા લોકો અને તેમને ચૂંટનારા લોકો વચ્ચે સતત સંવાદ થાય, ત્યારે જ લોકતંત્રે કામ કરે છે. સીજેપી તરફથી યુવાનો, છાત્રો યુવા સંગઠનો, છાત્ર સંગઠનોને પાંચમી સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ઈન્ડિયા ગેટ પર એકઠા થવાની અપીલ કરી હતી.

Panchang

dd