• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ભારતની પુરુષ અને મહિલા ટીમની સફર સમાપ્ત

એમ્સટેલવિન, તા.24:  હોકી વિશ્વ કપમાં ભારતની પુરુષ અને મહિલા ટીમની સફર સમાપ્ત થઇ છે. બન્ને ટીમ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઇ છે. આજે પુરુષ હોકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડની કરો યા મરો સમાન મેચમાં ભારતીય ટીમનો આર્જેન્ટિના વિરૂધ્ધ 3-પ ગોલથી પરાજય થયો હતો. જયારે ગઇકાલે રાત્રે મહિલા ટીમની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચ 0-0થી ડ્રા રહી હતી.

ભારતીય પુરુષ ટીમને આર્જેન્ટિના સામેની મેચ 2 ગોલના અંતરથી જીતવી જરૂરી હતી, પણ 3-પથી હાર મળી હતી. મેચની આખરી 3 મિનિટમાં ભારતે 2 ગોલ કર્યાં હતા, પણ ત્યારે ઘણું મોડું થઇ ચૂકયું હતું. મેચના પ્રારંભથી જ આર્જેન્ટિનાએ પકડ જમાવી હતી અને પહેલી મિનિટે જ ગોલ કરી ખાતું ખોલાવ્યું હતું. આ પછી છઠ્ઠી, 33મી, 4પમી અને પ3મી મિનિટે ગોલ કર્યાં હતા. ભારત તરફથી સુખજીત સિંઘે 10 અને પ8મી મિનિટે અને હાર્દિક સિંઘે 60મી મિનિટે ગોલ કર્યાં હતા. બીજા રાઉન્ડમાં ભારતીય પુરુષ ટીમ ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામે હારી હતી.

આ પહેલા વિમેન્સ હોકી વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાંથી ભારતીય ટીમ બહાર થઇ છે. બીજા રાઉન્ડનો ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચેનો મેચ ગોલરહિત ડ્રો રહી હતી. આથી ભારતીય મહિલા હોકી ટીમની વિશ્વ કપ સફર સમાપ્ત થઇ છે. બીજા રાઉન્ડમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટીમ 2-2 પોઇન્ટની બરાબરી પર રહ્યા હતા. બન્ને ટીમના ગોલ અંતર પર એકસમાન રહ્યા હતા, પણ ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમ કરતા એક ગોલ વધુ કર્યો હતો. આથી તેને સેમિ ફાઇનલની ટિકિટ મળી હતી. ભારતીય મહિલા ટીમે ગોલના એકથી વધુ મોકા બનાવ્યા હતા. 9 પેનલ્ટી કોર્નર ગુમાવ્યા હતા. જે અંતમાં ભારે પડયા હતા. ભારતીય મહિલા ટીમ પૂલ ઈમાં 2 અંક સાથે ત્રીજા સ્થાને રહી હતી. ભારતનો પહેલો મેચ ચીન વિરુદ્ધ 2-2 ગોલથી ડ્રો રહ્યો હતો. આ પૂલમાં નેધરલેન્ડ ટોચ પર રહી સેમિમાં પહોંચી છે. ભારતીય મહિલા ટીમ હવે પાંચમા અને છઠ્ઠા સ્થાન માટેનો મેચ રમશે.

Panchang

dd