• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

સદી પછી ધ્રુવ જુરેલનો સંદેશ : જય જવાન જય કિસાન

કોલંબો, તા. 24 : ધ્રુવ જુરેલે તેની સદીની ખાસ અંદાજમાં ઉજવણી કરી હતી. જેના પર ભારતીય ચાહકો વારી ગયા હતા. ધ્રુવ જુરેલે સદી પૂરી કર્યાં બાદ હવામાં મુક્કો મારી પોતાની ખુશી જાહેર કરી હતી. આ પછી હેલમેટ ઉતારી પોતાના બાવડા પર બનાવેલ ટેટૂ બતાવ્યું હતું. જેના પર લખ્યું હતું જય જવાન જય કિસાન. ધ્રુવ જુરેલના આ અંદાજ પર ભારતીય ચાહકો મોહી ગયા હતા. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ધ્રુવ જુરેલના પિતા ભારતીય આર્મીમાં હતા અને કારગિલ યુદ્ધ લડી ચૂક્યા છે.

Panchang

dd