• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

હથોડાફેંક અને લંગડીફાળમાં શેઠ ડી. વી. હાઈ-અંજારના બે છાત્ર ઝળક્યા

ભુજ, તા. 24 : શાળાકીય રમત કચ્છ જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શેઠ ડી. વી. સરકારી ઉચ્ચસ્તર માધ્યમિક શાળા, અંજારના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અંડર-17 વય જૂથમાં હથોડા ફેંક રમતમાં વિદ્યાર્થી અર્શિલ જતએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-19 વય જૂથની લંગડી ફાળ કુદમાં વિદ્યાર્થી ભાસ્કર વેગડે તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માર્ગદર્શક શિક્ષિકા દેવાંશીબેન ગોસ્વામી રહ્યા હતા. શાળાના વર્ગ-2 આચાર્ય જયેશ પીઠડીયા તથા સુપરવાઈઝર ઉમેશ વ્યાસ અર્શિલ જતને મહંત ત્રિકમદાસજી મહારાજ અને શાળા પરિવાર દ્વારા બન્ને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

Panchang

dd