• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ઘૂંટણની ઇજાને લીધે સિનર અમેરિકી ઓપનની બહાર

ન્યૂયોર્ક, તા. 23 : દુનિયાનો નંબર વન ખેલાડી ઈટાલીનો યાનિસ સિનર ઘૂંટણની ઇજાને લીધે વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ અમેરિકી ઓપનમાંથી ખસી ગયો છે. સિનરે ગયા મહિને વિમ્બલ્ડનમાં તેનો પાંચમો ગ્રાંડસ્લેમ ખિતાબ જીત્યો હતો. આ પછીથી તે કોર્ટ બહાર હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સિનરનો નજીકનો હરીફ સ્પેનનો કાર્લોસ અલ્કરાજ કાંડાની ઇજાને લીધે ચાર મહિલા બાદ વાપસી કરી રહ્યો છે અને તે અમેરિકી ઓપનમાં ઉતરશે. ગત સંસ્કરણમાં તે વિજેતા બન્યો હતો. આ વખતે તે સિંગલ્સ ઉપરાંત ડબલ્સમાં પણ રમવાનો છે અને તેની સાથીદાર સેરેના વિલિયમ્સ હશે.

Panchang

dd