• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

1998 બાદ સૌથી મોટી ઉંમરે ટેસ્ટ પદાર્પણ કરનારો ખેલાડી બનતો સારાંશ જૈન

કોલંબો, તા. 23 : શ્રીલંકા વિરુદ્ધની બીજી ટેસ્ટમાં સ્પિનર સારાંશ જૈનને પદાર્પણનો મોકો મળ્યો હતો. કુલદીપ યાદવ નાદુરસ્ત હોવાથી ભારતીય ઇલેવનમાં સારાંશ જૈનનો સમાવેશ થયો હતો. મધ્યપ્રદેશના આ સ્પિનરે 33 વર્ષ અને 14પ દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. રવીન્દ્ર જાડેજાએ તેને ટેસ્ટ કેપ અર્પણ કરી હતી. 1998 બાદ ભારત તરફથી સૌથી મોટી ઉંમરે ટેસ્ટ પદાર્પણ કરનારો ખેલાડી સારાંશ જૈન બન્યો છે. આ પહેલા રોબિન સિંહે 1998માં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ 33 વર્ષ અને 23 દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જયારે રાકેશ શુકલાએ 1982માં 34 વર્ષ અને 22પ દિવસની ઉંમરે ટેસ્ટ કેપ હાંસલ કરી હતી. ભારત તરફથી સૌથી મોટી ઉંમરે ટેસ્ટ પદાર્પણનો રેકોર્ડ રૂસ્તમજી જમેશદજીના નામે છે. તેમણે 1933માં 41 વર્ષ અને 27 દિવસની વયે તેની પહલી ટેસ્ટ મેચ રમી હતી.

Panchang

dd