ગાંધીધામ, તા. 22 : ભુજ ખાતે કચ્છને દેશની રાજધાની દિલ્હી સાથે જોડતી દૈનિક ટ્રેન સેવાના આરંભ બાદ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સહીતના રેલવેના
ઉચ્ચ અધિકારીઓએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નો જાણ્યા
હતા. જનરલ મેનેજરે જયાં ટ્રાફીક મળશે ત્યાં ચોક્કસ માળખાકીય સુવિધાઓ વિકસાવાશે તેવી બાંહેધરી આપી હતી અને સૌ સાથે મળીને કામ કરશું તેવું જણાવ્યું
હતું. આ બેઠક દરમ્યાન ગાંધીધામ ચેમ્બર દ્વારા કચ્છના રેલવેના પ્રશ્નો અંગે આવેદન પાઠવાયું હતું.
- રેલવે મારફત પરિવહન વધે તે
દેશ હિતમાં : ગાંધીધામ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
આયોજીત બેઠકને સંબોધતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રેય પાંડેએ જણાવ્યું
હતું કે રેલવેની માનસિકતામાં બદલાવ આવ્યો છે.
આજે પેસેન્જર અને ગુડસમાં દરેક પાસે ઓપ્સન છે. પરંતુ રેલવે મારફત પરિહવન વધે તે દેશ
હિતમાં હોવાનું જણાવ્યું હતું.રેલવે મંત્રી દ્વારા દરેક પ્રવાસીઓને કન્ફર્મ ટીકીટ મળે
અને પ્રતિ વર્ષ 3000 મીલીયન ટન માલ પરિહવનનું ભાવિ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે
અને આ બન્ને બાબતને ધ્યાનમાં રાખીને દેશભરમાં રેલવે દ્વારા માળખાકીય પ્રોજેકટો મંજુર કરાઈ રહ્યા હોવાનું ઉમેર્યું હતું. કચ્છન ટ્રેઁડના જે પ્રશ્નો હશે તે શકય હશે તો ઝોનલ સ્તરે કે બોર્ડ સ્તરે જે ઉકેલ લાવવાનો રહેશે તે દિશામાં સક્રીય પ્રયાસની બાંહેધરી તેમણે ટ્રેડને આપી હતી. - ટ્રેડની સમસ્યા નિવારવાર
હરેક સક્રિય પયાસ કરાશે : અમદાવાદ ડીવીઝનના ડી.આર.એમ. વેદપ્રકાશે જણાવ્યું હતું કે રેલવે એ મોડ ઉપર કામ
કરે છે કે જયાંથી સુચન આવશે ત્યાં ત્યાં કામ કરશું. ઉદ્યોગન તકલીફ સમજવા માટે રેલવે
પોતે ઉદ્યોગ હોત તો શું પરિસ્થિતિ સર્જાત
તે બાબતને ધ્યાનમાં રાખે છે. ટ્રેડની સમસ્યામાં જે નિતિ વિષયક હશે તે અને જો નિતિથી ઉપર હશે નિતિમાં બદલાવ કરીને સમસ્યા ઉકેલવા પ્રયાસ કરાશે
તેવું કહ્યું હતું. - કચ્છમાં
માલપરિવહન ઓર વધશે : આરંભમાં
ચેમ્બર ઓફ કોર્મર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે પ્રાસંગીક વકતવ્ય આપતા કહ્યું હતું કે વિવિધ માળખાકીય
કાર્યોને હાથ ધરીને રેલવે કચ્છને વિકસાવી રહ્યું
છે. ડીપી વર્લ્ડ દ્વારા જુન 2027માં મેઘા
કન્ટેનર ટર્મીનલ કાર્યતર થશે મીઠુ ,સીમેન્ટ મીનરલ્સ સહીતનું હેન્ડલીંગ પણ આગામી
સમયમાં વધશે તેવું કહી વધુ માળખાકીય સુવિધાઓ
વિકસાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠક
દરમ્યાન અગ્રણી નમક ઉદ્યોગકાર અને ચેમ્બરના
પુર્વ પ્રમુખ બચુભાઈ આહીરે ગરમીના સમયમાં સાઈટ
ઉપર પાંચ થી 6 કલાક શ્રમીક
કામ કરી શકે તેમ ન હોવાનું કહી શ્રમીકો માટે ઠંડા પાણી , છાયડા સહીતની સુવિધા વિકસાવવા
અનુરોધ કર્યો હતે. આ ઉપરાંત આ પરિસ્થિતિમાં કામદારોના હીતમાં કામ બંધ રાખય તો ડેમરેજ
ચડાવવામાં આવતું હોવાની રજુઅઆત કરી હતી. - ચેમ્બર દ્વારા વિવિધ પ્રશ્નોની રજુઆત : ચેમ્બર દ્વારા પ્રવાસનની અપાર ક્ષમતા
છે તેવા માંડવીને રેલવે સેવા સાથે જોડવા, તત્કાલીન રેલવે મંત્રી દિશેન ત્રિવેદી દ્વારા મંજુક કરાયેલી રેલવે કોચ
ફેકટરી શરૂ કરવા, નમો ભાર ટ્રેનને સીંગલ રેકના બદલે ડબલ રેક સાથે દોડાવવા, ભુજ હરીદ્વાર,
ભુજ વરાણસી, ભુજ ભાગલપુર, ભુજ અમૃતસર સહીતની ટ્રેનની પડતર માંગણીઓને પ્રાથમીકતા આપવા
સહીતના મુદે રજુઆત કરાઈ હતી. આ વેળાએ પારસમલ
નાહટા, રાકેશકુમાર જૈન, હરીશ માહેશ્વરી, નરેન્દ્ર
રામાણી, લક્ષ્મણ આહીર, આદિલ શેઠના, રાજીવ ચાવલા,
શરદ શેટ્ટી, રાજુ ચંદનાની, ડેનુ કંપાનીયા, મનોજ મનસુખાની, અભિષેક પારખ, એન.ટી રાયડુએ
વિવિધ મુદા રજુ કર્યા હતાં. સંચાલન માનદમંત્રી મહેશ તિર્થાણીએ સંભાળ્યું હતું. આ વેળાએ
સીનીયર ડીસીએમ અનુ ત્યાગી, સીનીયર ડીઓએમડો. જેનીયા ગુપ્તા સહીતના રેલવેના અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતાં.- તો કચ્છથી રો-રોની 25 જેટલી રેક દોડી શકશે : ગાંધીધામ, તા. 22 : જનરલ મેનેજર સાથેની બેઠકમાં ચેમ્બર દ્વારા પ્રવર્તમાન સમયમાં
ઈધણ કટોકટી સહીતની સ્થિતિને ધ્યાનમાં રાખીને રો-રો સેવા શરૂ કરવા રજુઆત કરાઈ હતી. કચ્છમાં
હજારો ટ્રક દોડી રહી છે. અગાઉ સામખીયાળીથી
સાવઈ માધોપુર રો-રો ટ્રેન સેવા મંજુર
પણ થઈ છે જે કાર્યરત નથી થઈ. જો આ સેવા શરૂ કરાય તો 20 થી 25 રેક દોડી શકે તેમ હોવાનું જણાવાયું હતું. - નમો ભારત ટ્રેનમાં
કેટરીંગ સુવિધા શરૂ કરવા ખાત્રી : ગાંધીધામ,તા. 22 : ભુજથી અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપીડ રેલમાં
રીઝર્વેશન કોચ જોડવા સહીતના મુદા પણ
ઉઠાવાયા હતાં. આ દરમ્યાન રેલવેના અધિકારીઓએ નમો ભારત રેપીડ રેલમાં કેટરીંગ સુવિધા અને
સીટમાં નંબરીંગ ઉમેરવા સહીતની દિશામાં કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી.