ભુજ, તા. 22 : પ્રેમરત્ન માનવસેવા ચેરિટેબલ
ટ્રસ્ટ એવમ્ પ્રેમરત્ન પરિવાર આયોજિત શ્રીમદ્ વિજય રત્નશેખર સૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદથી
અને નયશેખર મ.સાના માર્ગદર્શન હેઠળ કીડિયારા માટે નારિયેળના ગોળા તૈયાર કરી મૂકવામાં
આવ્યા. આવાં જીવદયાનાં કાર્યમાં થરા ગામના સંજયભાઈ શાહનો સાથ-સહકાર પ્રાપ્ત થયો હતો.
નયશેખર મહારાજએ જણાવ્યું કે, કીડીને કીડિયારું પૂરવાથી કરજ ઓછું થાય છે અને સાત પેઢી
શ્રીમંત બને છે. નારિયેળના કીડિયારુંના કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે.
વ્યક્તિને ભોજન આપીએ, તો તે અંદરથી આપણને આશીર્વાદ આપે છે, તેવી રીતે જ કીડીને કણ નાખવામાં
આવે, તો તે પણ આપણને આશીર્વાદ આપે છે. પ્રથમ પાટણ, થરા, કુણઘેર, અમદાવાદ, કચ્છ, શંખેશ્વર,
મીરપુર વિગેરે ગામો સમીપે જંગલ વિસ્તારોમાં કીડિયારું પુરવામાં આવ્યું હતું.