• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

રઘુવંશી ગ્રુપ સમૂહલગ્ન : સેવા-એકતાનું સામાજિક ઉત્તરદાયિત્વ

ભુજ, તા. 19 : સામાજિક ક્ષેત્રે ઉપયોગી એવા સમૂહલગ્નના  ક્ષેત્રમાં નવતર અને અનેરી કેડી કંડારનારા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે 40મો સમૂહલગ્ન ઉત્સવ ભુજમાં શહેરની ભાગોળે ધી વિલા ખાતે મા વીરબાઈનગરમાં યોજાઈ રહ્યો છે. આગામી તા. 21 અને 22 ફેબ્રુઆરીના યોજાનારા આ આયોજનને સનાતની સ્વરૂપ અપાયું છે. માત્ર લોહાણા (રઘુવંશી) સમાજની જ નહીં પણ અન્ય કન્યાઓને પણ લગ્નના આ માંડવા હેઠળ આવરી લઈને સામાજિક એકતા અને મહાજન પરંપરા સહિતના વિવિધ સમાજોપયોગી પરિબળોને બરકરાર રખાયા છે. બે દિવસના આ આયોજન અંતર્ગત જીવદયા અને માનવસેવાના વિવિધ કાર્યો પણ આવરી લેવાયા છે. ભુજના પાદરમાં સેડાતા સ્થિત ધી વિલા ખાતે આયોજિત 40મા સમૂહલગ્નના સ્થળને જ્ઞાતિના સંત જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માતાજીનું નામાભિધાન કરાયું છે. તા. 21 અને 22 ફેબ્રુઆરી શનિ અને રવિવારે આ સ્થળે સંતો, મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો અને જ્ઞાતિજનો તથા દાતાઓ-શ્રેષ્ઠિઓની હાજરીમાં વિરાટ જ્ઞાતિ સંમેલન સહિતના વિવિધ પ્રસંગો ઊજવવામાં આવશે. કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા રઘુવંશી અને અન્ય સમાજોના દાતાઓનો આ માટે મળેલો સહયોગ ચરમસીમાએ પહોંચવા સાથે આયોજન માટે માતબર રકમનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે, જેમાંથી સમૂહલગ્નમાં જોડાનારા 31 યુગલને પ્રત્યેકને અંદાજિત સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુની રકમનું કરિયાવર અપાશે. સાથેસાથે 51 બટુકને યજ્ઞોપવિત પણ અપાશે. સામાજિક, રચનાત્મક અને ધાર્મિક સહિતના સમાજને ઉપયોગી અનેકવિધ કાર્યો કરતા આવતા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહલગ્નની શરૂઆત અબડાસાના કોઠારા ખાતેથી કરાઈ હતી. આ પછી અત્યાર સુધી વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને આ આયોજનમાં આવરી લેવાયા છે. ભુજ ખાતેના 40મા લગ્નોત્સવ  ગ્રુપ દ્વારા ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સહકારથી અને ભુજ લોહાણા મહાજનના સાંનિધ્યમાં યોજાશે. આયોજન માટે કચ્છ અને બૃહદ કચ્છના વિવિધ લોહાણા મહાજન ઉપરાંત અન્ય સમાજોનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ વખતના આયોજનમાં અન્ય કાર્યક્રમોની સાથે રવિભાણ સંપ્રદાયના મોટી વિરાણીના સંત શાંતિદાસજી મહારાજની રક્તતુલ્લા કરવામાં આવશે, તો વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા જ્ઞાતિના મોભી ડો. શ્રીમતી નિમાબેન આચાર્યનું સમાજરત્ન-રઘુવંશીરત્નથી ખાસ બહુમાન કરાશે. - સનાતની સ્વરૂપ, અનેરી પહેલ : 40મા સમૂહલગ્નમાં રઘુવંશી ઉપરાંત અન્ય સમાજોને પણ આવરી લઈને ગ્રુપ દ્વારા આ સામાજિક આયોજનને સનાતની સ્વરૂપ અપાયું છે. આ અનેરી પહેલ થકી વિવિધ સમાજોની એકતા વધુ મજબૂત થવા સાથે એક નવી કેડી કંડારાશે તેવું ગ્રુપે જણાવ્યું છે. વિવિધ સમાજ એક જ માંડવા નીચે એકસાથે આવીને સામાજિક એકતાને વધુ સુદૃઢ બનાવે તેવા આશય સાથે આ પહેલ કરાયાનું પણ જણાવાયું છે. તો આના કારણે ભવિષ્યમાં સામાજિક એકતાના વધુ સારા પરિણામો મળી રહેશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ છે. - સંતો-મહંતોનું સાંનિધ્ય : મોટાગજાના આ સામાજિક આયોજનમાં દરવખતની જેમ સનાતની સંપ્રદાયના વિવિધ સંતો અને મહંતોનું સાંનિધ્ય મળશે. સંત જાનકીદાસજી મહારાજ (કમીજલ), ગઢશીશા અંબેધામના ચંદુમા, મોરજરના સંત દિલીપ રાજા કાપડી, સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજ, આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજના સ્વામી પ્રદીપ્તાનંદજી, વાંઢાયના જીતુ ભગત, માતાના મઢ જાગીર ટ્રસ્ટના રાજાબાવા યોગેન્દ્રસિંહજી, ના. સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ, હમનખુડીના દિનેશદાસજી મહારાજ, હરિદવારના સ્વામી અનંતાનંદજી અને રોકડિયા હનુમાન લાખાપરના કમલદાસ બાપુ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત રહી આશીર્વચન આપશે, તો સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રાજકીય ક્ષેત્રના વિવિધ આગેવાનો પણ હાજરી આપશે. - વિવિધ પ્રસંગોનો ઉમંગ : બે દિવસીય સમૂહલગ્ન અંતર્ગત પ્રથમ દિવસે તા. 21મી શનિવારે બપોરે ચાર વાગ્યે ફુલેકું, સાંજે પાંચ વાગ્યે સંધ્યાપાઠ, સાંજે સાત વાગ્યે સમૂહર્તા અને 7.30 કલાકે જલારામ જીવન ચરિત્ર રજૂ કરાશે. બીજા દિવસે તા. 22ના રવિવારે સવારે આઠ વાગ્યે મંડપારોપણ, ગૃહશાંતિ અને જનોઈ, 11.30 વાગ્યે હસ્તમેળાપ, 12 વાગ્યે ભોજન સમારંભ અને બપોરે 4.15 વાગ્યે કન્યા વિદાય યોજાશે. આ તમામ પ્રસંગોની શાત્રોક્તવિધિ આચાર્ય માનકૂવાવાળા કૌશિકભાઈ મહેશભાઈ જોષી અને આચાર્ય હર્ષભાઈ હરેશભાઈ જોષી દ્વારા કરાવાશે. વિવિધ પ્રસંગોની સાથે વિરાટ જ્ઞાતિ સંમેલનનું આયોજન પણ  કરવામાં આવ્યું છે. - રક્તતુલા - વિશેષ સન્માન : ગ્રુપ દ્વારા જાહેર કરાયા મુજબ આયોજન અંતર્ગત શ્રીમદ જગતગુરુ 108ની પદવીથી વિભૂષિત થયેલા રવિભાણ સંપ્રદાયના સંત મોટી વિરાણીના શાંતિદાસજી મહારાજની રક્તતુલા કરીને તેમને સન્માનિત કરવામાં આવશે, જ્યારે છેલ્લા સાડા ત્રણેક દાયકાથી સમાજને ઉપયોગી બનનારા જ્ઞાતિના મોવડી એવા અબડાસા, અંજાર અને ભુજના ધારાસભ્ય તથા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા ડો. શ્રીમતી નીમાબેન ભાવેશભાઈ આચાર્યને આ નિમિત્તે રઘુવંશી (સમાજ) રત્નથી નવાજી તેમનું વિશેષ બહુમાન કરાશે. - મુખ્ય દાતાઓનો સહયોગ : કરિયાવર અને કન્યાદાન સહિતના આયોજનના આનુષાંગિક ખર્ચને પહોંચી વળવા માટે ગ્રુપને વિવિધ દાતાઓનો નેત્રદીપક સહયોગ મળ્યો છે અને હજુ પણ મળી રહ્યો છે. જેના લીધે માતબર રકમનો ફાળો એકત્ર થઈ ચૂક્યો છે. 40મા સમૂહલગ્ન માટે મુખ્ય દાતાઓમાં પ્રત્યેક કન્યાને એક લાખ રૂપિયાની વસ્તુઓ કરિયાવરમાં આપવા રવેચી મા કૃપા સંઘ રવ આદિપુર દ્વારા 31 લાખ રૂપિયા અપાયા છે, તો વિંઝાણ (અબડાસા) હાલે મુલુન્ડ મુંબઈના  દક્ષાબેન કમલેશભાઈ મામોટિયા અને સોનાબેન કિરણભાઈ મામોટિયા પરિવાર દ્વારા સ્વ. દમયંતીબેન કરશનદાસ ઠક્કર ઉર્ફે અમ્માબેનની સ્મૃતિમાં 25.11 લાખનું દાન અપાયું છે, જ્યારે જશોદાબેન હંસરાજભાઈ ઠક્કર હસ્તે રક્ષાબેન પંકજભાઈ ઠક્કર (પડાણાવાળા) પરિવાર દ્વારા 5.51 લાખ રૂપિયાનું દાન સહયજમાન તરીકે અપાયું છે, તો જેતબાઈ પદમશી સાવલા (ડુમરા) પરિવારે 5.51 લાખનું દાન આપ્યું છે. - અન્ય દાતાઓ પણ વરસ્યા : યથાશક્તિ દાન આપીને કચ્છ અને બૃહદ કચ્છમાં રહેતા અન્ય અનેકવિધ દાતાઓએ આ સામાજિક કાર્યને પાર પાડવા માટે આહુતિ આપી છે. ગ્રુપે જાહેર કર્યા મુજબ રાજકોટ કચ્છી લોહાણા મહાજન દ્વારા 1.11 લાખ, એસ.પી.એમ. ગ્રુપ માટુંગા પ્રવીણભાઈ છેડા દ્વારા એક લાખ, સાંઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ કાંદીવલી હસ્તે રમેશભાઈ જોષી 1.51 લાખ, કોકીલાબેન ડાયાભાઈ સૂતરિયા મુંબઈ 2.51 લાખ, કે.એમ. ઠક્કર ક્રિષ્ના ક્લીયરિંગ ગાંધીધામ 2.51 લાખ, ગં.સ્વ. નર્મદાબેન ઉમરસિંહ ગણાત્રા અને નવીનચંદ્ર ગણાત્રા (જલારામ ગ્રુપ) મુંબઈ 2.51 લાખ, નિર્મલાબેન પરસોત્તમ કાનજી ગણાત્રા હસ્તે સરોજબેન મહેશ અને દક્ષાબેન જયેશ મુંબઈ 2.51 લાખ, કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ, સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ-રાતાતળાવ 2.51 લાખ અપાયા છે. આસારિયા લાલજી વડોર મુંબઈ 1.51 લાખ, વનિતાબેન છગનલાલ ઠક્કર (રાજદે) હસ્તે બળવંતભાઈ રાજદે 1.51 લાખ, કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન) 1.51 લાખ, રામેશ્વર બ્રોકર્સ મુંબઈ 1.51 લાખ, શંકરભાઈ (રણછોડદાસ) વસનજીભાઈ મડિયાર 1.51 લાખ, નર્મદાબેન શિવજી પલણ હસ્તે મૂળરાજ શિવજી 1.11 લાખ, હિરજીભાઈ મોરારજીભાઈ ગોળવાળા હસ્તે સમીરભાઈ અને જયેશભાઈ 1.08 લાખ, સ્વ. કુમુદબેન રજનીકાંત (કાનાભાઈ) રાચ્છ હસ્તે સીટુભાઈ 1.01 લાખ, સ્વ. હંસાબેન પોપટલાલ બારુ પરિવાર પનવેલ હસ્તે યોગેશભાઈ અને નીતિનભાઈ બારુ એક લાખ, પુના કચ્છી લોહાણા મહાજન એક લાખ, છબિલભાઈ પટેલ 1,11,111, પ્રવીણભાઈ છેડા એસ.પી.એમ. ગ્રુપ માટુંગા એક લાખ, શૈલેષ રમણીકલાલ છેડા 1.51 લાખ, ડુમરા જૈન મહાજન 1.11 લાખ, અરિહંત મોટર્સ (મુલુન્ડ) 1.11 લાખ, પદમાબેન અશોકભાઈ ભેદા હસ્તે નયનભાઈ ભેદા 1.11 લાખનો સહયોગ મળ્યો છે. આ ઉપરાંત શેરડી હાલે ઘાટકોપર દિનેશભાઈ શાહ 25 હજાર, નેત્રા હાલે મુલુન્ડ કિશોરભાઈ ચંદન 25 હજાર, જલારામ ભક્ત મુલુન્ડ મુંબઈ 51 હજાર, લવજીભાઈ દામજીભાઈ માણેક પરિવાર અંજાર 71 હજાર, કોઠારા હાલે અંજાર જાહનવીબેન પંકજભાઈ 71 હજાર, દમયંતીબેન મંગલદાસ ચંદે નલિયા હસ્તે જગદીશ, નરેન્દ્ર અને શાંતિલાલ ચંદે 51 હજાર,   સ્વ. મથરાદાસ મનજી અનમ હસ્તે હરેશભાઈ અને દીપકભાઈ 51 હજાર, લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ 51 હજાર, જયંતભાઈ દેવજીભાઈ મજેઠિયા મુંબઈ 51 હજાર, શાંતાબેન ધનજીભાઈ કલ્યાણજી કતિરા હસ્તે નીતાબેન પરસોત્તમ (નથુભાઈ) કતિરા 51 હજાર, ખોંભડી હાલે મુલુન્ડ પ્રદીપભાઈ જમનાદાસ કારિયા 51 હજાર, મહેશોજી રાણાજી સોઢા કંકાવટી 51 હજાર, જખૌ હાલે ભુજ સ્વ. ઓધવજી વેલજી ગણાત્રા 51 હજાર, કચ્છી લોહાણા મહાજન મોરબી 51 હજાર, મઉં મોટી હાલે ઘાટકોપર કમળાબેન હિરજીભાઈ મજેઠિયા હસ્તે પ્રતાપભાઈ અને કાંતિભાઈ 51 હજાર, હરેશ દામજી-વાસી 51 હજાર, નીતિનભાઈ ડાયાલાલ ઠક્કર માધાપર 51 હજાર, નલિયા હાલે દિલ્હી સ્વ. શંકરલાલ કરશનદાસ સોમૈયા હસ્તે મુકેશભાઈ 51 હજાર, નવીનભાઈ નરભેરામ પૂજારા પરિવાર અંજાર 51 હજાર, જેઠાલાલ પ્રેમજી કોડરાણી પરિવાર અંજાર 51 હજાર, નવીનભાઈ પરસોત્તમ પૂજારા પરિવાર અંજાર 51 હજાર, મોટી ચીરઈ હાલે આદિપુર જશોદાબેન વિઠ્ઠલદાસ ચોથાણી 51 હજાર, સ્વ. લક્ષ્મીદાસ ભગવાનજી સોનેતા-સ્વ. ચેતનભાઈ લક્ષ્મીદાસ સોનેતા હસ્તે શૈલેષભાઈ-મનિષભાઈ 51 હજાર, મોટી ચીરઈ ગાંધીધામ ઘનશ્યામભાઈ મનસુખલાલ ચોથાણી હસ્તે અજયભાઈ 51 હજાર, નરેન્દ્રભાઈ ચત્રભુજભાઈ સોમૈયા પરિવાર અંજાર 51 હજાર, ગોપાલજીભાઈ રામજીભાઈ પરિવાર અંજાર 51 હજાર, હરસુખભાઈ માથકિયા  (અંજાર) 31 હજાર, બુઢાણી વેફર્સ હસ્તે અરવિંદભાઈ પુનાવાળા 36 હજાર, નેત્રા હાલે ભુજ નીતિન રમેશચંદ્ર અનમ 51 હજાર, હરેશભાઈ રતનશી ઠક્કર બિટ્ટા 51 હજાર, શેરડી હાલે ઘાટકોપર દિનેશભાઈ શાહ 25 હજાર, પ્રભુદાસ હિરાલાલ હરકણી પરિવાર મુલુન્ડ 25 હજાર અને આદિપુર લોહાણા મહાજન દ્વારા 25 હજારનું દાન આપવામાં આવ્યું છે. - સાંસ્કૃતિક કાર્યક્રમની પેશકશ સમૂહલગ્ન નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો પણ રજૂ કરાશે. નાશિક ઢોલ અને પુંઢેરી ઢોલના ધબકાર સાથે રઘુવંશી મહિલાઓનો સમૂહ માતા વીરબાઈના પોશાકમાં જોવા મળશે, તો નીલેશ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા સંગીત સંધ્યા સહિતની રમઝટ બોલાવાશે.                                      * 

Panchang

dd