• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

કિડાણાનો તડીપાર શખ્સ પરત આવતાં ઝડપી લેવાયો

ગાંધીધામ, તા. 19 : કચ્છ અને અડીને આવેલા જિલ્લાઓમાંથી ત્રણ મહિના માટે તડીપાર કરાયો હોવા છતાં એક શખ્સ કિડાણા આવી પહોંચતાં પોલીસે તેને પકડી પાડી તેની સામે ગુનો દર્જ કર્યો હતો.કિડાણામાં રહેનાર ફરીદ ઉર્ફે પૈકો ઇબ્રાહીમ કટિયા નામના શખ્સને ગત તા. 5/12/2025ના કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી ત્રણ મહિના માટે તડીપાર કરવામાં આવ્યો હતો અને તા. 10/12ના તેને અમદાવાદ મોકલી દેવામાં આવ્યો હતો તેમ છતાં કોઇપણ સક્ષમ અધિકારીની પરવાનગી વગર આ શખ્સ પરત કિડાણા આવી પહોંચતાં પોલીસે તેને પકડી પાડયો હતો અને તેની સામે તડીપાર ભંગની કલમો તળે ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. 

Panchang

dd