• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ભાઈ-ભત્રીજાવાદ લોકતાંત્રિક પ્રણાલી માટે શ્રાપ : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકતાંત્રિક વ્યવસ્થા માટે ભાઈ ભત્રીજાવાદ અને સ્વાર્થ ઘોર અપરાધ છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવાના સભ્યો દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે સ્થિતિ વધારે ચિંતાજનક છે. શીર્ષ અદાલતે હરિયાણા સરકારની એક હાઉસિંગ સોસાયટીની ગવર્નિંગ બોડી દ્વારા પોતાના સભ્યો અને કર્મચારીઓને કરવામાં આવેલી ફલેટની ફાળવણીને રદ કરતા આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ સંજય કુમાર અને વિનોદ ચંદ્રનની પીઠે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ગવર્નિંગ બોડીના સભ્યોએ પોતાને અને પોતાના કર્મચારીઓને ફાયદો પહોંચાડવા માટે પદોનો ખોટો  ઉપયાગ કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના આદેશને ખારિજ કરતા સુપ્રીમે ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટ તરફથી ફાળવણીની પ્રક્રિયામાં દરમિયાનગીરી કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. પીઠે પોતાના ચુકાદામાં ગવર્નિંગ બોડીના અધિકારીઓ દ્વારા ફલેટ ફાળવણીમાં પદના દુરુપયોગ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. પીઠે આગળ કહ્યું હતું કે, ભાઈ ભત્રીજાવાદ લોકતાંત્રિક પ્રણાલી માટે શ્રાપ છે.  

Panchang

dd