ભુજ, તા. 19 : અહીં ભારેવાહનોથી સર્જાતા અકસ્માતને
પગલે ફેલાયેલા જનઆક્રોશથી સમસ્યાના ઉકેલ સ્વરૂપે શેખપીરથી સુખપર ડાયરેક્ટ બાયપાસ બનાવવા
જાગૃત નાગરિકે માંગ કરી હતી. બહાર પડાયેલા નવા જાહેરનામાથી અન્ય વિસ્તારના લોકોને મુશ્કેલી
સર્જાવાને પગલે ઉકેલ સ્વરૂપે ભુજમાં ભારે વાહનોની પ્રવેશબંદી, નવો બાયપાસ રોડ અને જ્યાં સુધી બાયપાસ ન બને
ત્યાં સુધી ભુજમાંથી પસાર થતા ભારે વાહનોની સ્પીડ માત્ર 30 કિમી રાખવા જાગૃત નાગરિક ભૂપેન્દ્રભાઈ
મહેતાએ માંગ કરી હતી. નવું જાહેરનામું બહાર પડાયેલા વિસ્તારોમાં ફરીથી અકસ્માતની ઘટના
ન બને તે માટે ભારે વાહન ચાલકોએ 30ની ગતિ મર્યાદા
બાંધવા તથા આરટીઓ દ્વારા તેનો અમલ કરાવવા જાગૃત નાગરિકે અપીલ કરી હતી.