• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

પીસીબી ચેરમેન નકવીને હવે ભારતીય જુનિયર ટીમથી વાકું પડયું

ઇસ્લામાબાદ, તા. 23 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નકવીને હવે ભારતની અન્ડર-19 ટીમ સામે વાંકુ પડયું છે. નકવીનું કહેવું છે કે અન્ડર-19 એશિયા કપના ફાઇનલ મેચ સમયે ભારતીય ખેલાડીઓને વ્યવહાર ભડકાઉ હતો. જેની તેઓ આઇસીસી સમક્ષ ફરિયાદ કરશે. અન્ડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારતીય જુનિયર ટીમ સામે પાક. ટીમનો વિજય થયો હતો. મોહસિન નકવીએ આક્ષેપ કર્યો હતો કે, ફાઇનલ દરમિયાન ભારતીય જૂ. ખેલાડીઓ વારંવાર ઉશ્કેરણીજનક વ્યવહાર કરી રહ્યા હતા. આ  અંગે પીસીબી આઇસીસી સમક્ષ ફરિયાદ નોંધાવશે. ખેલાડીઓ રાજનીતિથી દૂર રહે તેવી શેખી પણ નકવીએ કરી છે. ફાઇનલ મેચ બાદ પાક. ટીમના મેન્ટોર અને સિનિયર ટીમના પૂર્વ કપ્તાન સરફરાઝ અહમદે પણ ભારતીય ખેલાડીઓ પર સ્લેજિંગનો આરોપ લગાવ્યો હતો.  અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે એશિયા કપમાં ચેમ્પિયન થયા પછી ભારતીય કપ્તાન સૂર્યકુમારે પીસીબી ચેરમેન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત ભારતીય સિનીયર ખેલાડીઓએ પાક. ટીમના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યા ન હતા.

Panchang

dd