• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે શેફાલી વર્મા નામાંકિત

નવી દિલ્હી, તા. પ : ભારતીય મહિલા ટીમની યુવા ઓપનિંગ બેટર શેફાલી વર્મા નવેમ્બર મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નામાંકિત છે. શેફાલીએ મહિલા વન ડે વિશ્વ કપની ફાઇનલમાં આફ્રિકા સામે મેચ વિજેતા ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. શેફાલી વર્મા સાથે આ એવોર્ડની રેસમાં થાઇલેન્ડની ખેલાડી થિપાત્ચા પુત્થાવોંગ અને યુએઈની ખેલાડી ઇશા ઓઝા છે.  પુરુષ વિભાગમાં આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે આફ્રિકી સ્પિનર સાઇમન હાર્મર, બાંગલાદેશનો બોલર તૈઝૂલ ઇસ્લામ અને પાક. ખેલાડી મોહમ્મદ નવાઝ નોમિનેટ થયા છે.

Panchang

dd