ભુજ, તા. 6 : કચ્છમાં
ભલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી,
પણ વિશ્વના અનેક દેશો માટે કચ્છનું આકાશ આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડાન
માટે મહત્ત્વનો રૂટ છે. 7 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય નાગરિક
ઉડ્ડયન દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ
આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીનાં મહત્ત્વને માન્યતા આપવાનો છે. અનેક ફલાઈટોનું આવાગમન એક અંદાજ અનુસાર દૈનિક 70થી વધુ
ફ્લાઈટ કચ્છના આકાશમાંથી ઉડાન ભરે છે. જો કે,
આ તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ 30થી 40 હજાર
ફૂટની ઊંચાઈએથી ઉડાન ભરતી હોવાથી તે સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. આટલા દેશો કરે છે
કચ્છના એરસ્પેસનો ઉપયોગ કચ્છનું ગગન આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેની ભૌગોલિક સંરચના
માટે ઘણું જ અનુકૂળ ગણવામાં આવે છે. એટલે જ આરબ દેશો, યુરોપિયન દેશો, અગ્નિ અને પૂર્વ એઁશિયાના અનેક દેશો કે જેમાં યુએઈ, સાઉદી
અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન, જોર્ડન, બ્રિટન, જર્મની, નેધરલેન્ડ, ઈટલી,
બેલ્જિયમ, કમ્બોડિયા, દક્ષીણ
કોરિયા, હોંગકોંગ, તાઈવાન સહિતના
સમાવેશ થાય છે. આ તમામ દેશોની એવીએશન કંપની કચ્છના એરસ્પેસનો ઉપયોગ કરે છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો લાંબા સમયની માંગ ભુજના વિમાની મથકને
આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળે એ માટે લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે.
જો કે, લાંબા સમયથી આ માગણી પડતર જ રહી છે. ? કચ્છના અનેક લોકો વિદેશમાં વસવાટ કરતા હોવાથી જો ભુજથી જ તેમને
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની સુવિધા મળે તો માદરેવતન આવતા એનઆરઆઈ કચ્છીઓને ઘણી રાહત થાય
તેમ છે. હા, એર ઈન્ડિયાએ ભુજથી મુંબઈથી શરૂ કરેલી ફ્લાઈટમાં
લોકોને આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની કનેક્ટિવિટી મળી રહી છે.